વોડાફોને પોતાના 348રૂ.ના પ્રિપેઇડ પેકને ઓગસ્ટ મહિનામાં લોન્ચ કર્યું હતું. કંપનીએ પોતાના આ પ્લાનને અપગ્રેડ કર્યું છે. ગ્રહક હવે 348રૂના પ્રિપેઇડ પેકમાં દરરોજ 2 જીબી ડેટા મેળવશે. આ ઉપરાંત ગ્રાહક 28 દિવસો સુધી ફ્રી વોઇસ કોલિંગનો લાભ પણ લઇ શકશે, સાથે રામિંગમાં પણ. પહેલાંની સરખામણીમાં ગ્રાહકોને 28 જીબીના બદલે 56 જીબી ડેટા મળશે.
વોડાફોને આ પેકને પહેલાં કરતાં વધુ આકર્ષક બનાવી દીધો છે. આ પેકની વેલિડિટી 28 દિવસની રહેશે ને તેમાં તમને દરરોજ 2 જીબી ડેટા મળશે. તેમાં રોમિંગ સાથે અનલિમિટેડ કોલ્સ પણ મળશે, પરંતુ અનલિમિટેડ કોલ્સમાં એક દિવસમાં 250 મિનિટ અને એક અઠવાડિયામાં 1000 મિનિટની મર્યાદા રહેશે.
જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધારે કોલિંગ કરો તો પ્રતિ સેકેન્ડ 1 પૈસાનો દર લાગુ પડશે. તમે પેકને વોડાફોન એપ અથવા વેબસાઇટ દ્વારા રિચાર્જ કરશો તો તમને 5 ટકા કેશબેક પણ મળશે. આ પેકની ટક્કર એરટેલના રૂ.349ના પેક સાથે છે.