GSTV
Home » News » વોડાફોન ગ્રાહકોને આપી રહી છે ધમાકેદાર ઓફર, જિયોથી પણ સસ્તુ મળશે ઇન્ટરનેટ

વોડાફોન ગ્રાહકોને આપી રહી છે ધમાકેદાર ઓફર, જિયોથી પણ સસ્તુ મળશે ઇન્ટરનેટ

ટેલીકોમ કંપની વોડાફોને પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે એક નવો રીચાર્જ પ્લાન રજુ કર્યો છે. જ્યારે Vodafone કંપનીએ આ 16 રૂપિયા વાળા પ્લાનને “ફિલ્મી રીચાર્જ” (Vodafone Filmy Recharge) નામ આપવામાં આવ્યું છે. જ્યારે (Vodafone)ને આ નવા પ્લાન સાથે પ્રીપેઈડ સબ્સ્ક્રાઇબર્સને 24 કલાક માટે 1જીબી 2જી/3જી/4જી ડેટા આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે (Vodafone Prepaid Recharge Plan)નો આ લેટેસ્ટેટ ડેટા પ્લાન વાળું રિચાર્જ આસામ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પસંદગીના વર્તુળો માટે છે.

ઉલ્લેખનીય છે કે વોડાફોનનું 16 રૂપિયાવાળો પ્લાન કંપનીની વેબસાઈટ Vodafone.in, My Vodafone એપ અને અધિકૃત રીટેલર પર ઉપલબ્ધ છે. જ્યારે Vodafone પાસે અન્ય ડેટા-એક્સક્લુઝિવ પ્લાન પણ છે જેની કિંમત રૂ. 33, રૂ. 49 અને રૂ. 98 છે.

Vodafone.inની વેબસાઇટ પર સત્તાવાર જાહરાત અનુસાર, 16 રૂપીયા વાળા ફિલ્મી રીચાર્જ નો પ્લાન 24 કલાકની માન્યતા સાથે આવે છે, અને 1 જીબી ડેટા પ્રદાન કરે છે. આ પ્લાનનો ઉદ્દેશ એ છે કે વોડાફોન પ્રિપેઇડ વપરાશકર્તાઓ પૂરો દિવસ મૂવી અને વિડીયોનો આનંદ માણી શકે. નોંધનીય બાબત એ છે કે વોડાફોનની 16 રૂપિયાની પ્રિપેઇડ યોજના વોઇસ અથવા એસએમએસ સુવિધાથી સજ્જ નથી. ત્યારે આ યોજનાની માન્યતા 1 દિવસની છે. ત્યારે આનો અર્થ એ છે કે નવો વિકલ્પ એ તમારા ખાતાની માન્યતા વધારવાનો નથી.

વોડાફોનનો 16 રૂપિયાનો રીચાર્જ પ્લાન આસામ, ગુજરાત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવા સર્કલ માટે ઉપલબ્ધ છે.ત્યારે ટેલિકોમટૉકે પ્રથમ અહેવાલ આપ્યો હતો. 16 રૂપિયાની પ્રિપેઇડ રિચાર્જ યોજના ઉપરાંત, વોડાફોન પાસે રૂ. 28, રૂ. 33 અને રૂ. 49 નો ડેટ એક્ઝેક્યુશન પ્લાન પણ છે.

વોડાફોને ગયા મહિને “યુથ ઑફર” રજૂ કર્યું હતું. જેમાં વોડાફોનની આ વિશેષ ઓફર હેઠળ, પ્રિપેઇડ વપરાશકર્તાને એમેઝોન પ્રાઇમની વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. કંપનીએ તાજેતરમાં 509 રૂપિયાના પ્રિપેઇડ રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યો હતો. હવે 90 દિવસ માટે ગ્રાહકો દરરોજ 1.5 જીબી ડેટા મળી શકે છે. પ્રથમ 509 રૂપિયા વાળા વોડાફોન પ્રિપેઇડ રિચાર્જ પ્લાન ગ્રાહકોને દરરોજ 1.4 GB નો ડેટા આપવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!