Vodafoneએ 399 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં કર્યો ફેરફાર, મળશે આ સુવિધા

ટેલીકૉમ કંપની વોડાફોને પણ પોતાના 399 અને 199 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનને રિવાઇઝ કરી દીધો છે. જ્યાં 199 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં કંપની આકર્ષક ડેટાની સુવિધા આપી રહી છે. તો 399 રૂપિયાવાળા પ્લાનમાં કંપનીએ ડેટા ઘટાડી દીધો છે. 399 રૂપિયાવાળા પ્લાનમાં કંપની પહેલા 70 દિવસ માટે 1.4 GB ડેટા દરરોજ આપતી હતી. હવે આ પ્લાનમાં 84 દિવસની મુદ્દત સાથે 84 GB ડેટા મળી રહ્યો છે. એટલેકે કંપનીએ 14 GBની કપાત આ પ્લાનમાં કરી છે. આ સિવાય, અમૂક કંપનીઓએ પોતાના ડેટા પ્લાનમાં ફેરફાર કર્યો છે.

Airtel

Airtelએ પોતાના પ્રીપેડ પ્લાનને રિવાઇસ કર્યો છે. હવે કંપની પોતાના પ્લાનમાં વધુ ડેટા અને વેલિડિટી આપી રહી છે. કંપની પોતાના 399 રૂપિયાના પેકમાં 84 દિવસની વેલિડિટીની સાથે 1GB ડેટા આપી રહી છે. આ અગાઉ આ પ્લાનમાં 70 દિવસની વેલિડિટી આપી રહી હતી. આ સિવાય કંપની દરરોજ 100 ફ્રી એસએમએસ મોકલી શકશે.

Reliance Jio

Reliance Jio પોતાના 399ના પેકમાં 84 દિવસની વેલિડિટી મળી રહી છે. આ સિવાય આ પ્લાનમાં 1.5GB ડેટા દરરોજ મળે છે. આ સિવાય યૂઝર્સને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ સિવાય યૂઝરને જિયોની બધી એપ્લિકેશનનુ ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આ સિવાય 1.5 GB ડેટાનો કોટા પૂર્ણ થયા બાદ પણ યૂઝરને ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળે છે. કોટા પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પિડ 64Kbps થઇ જાય છે.

Idea

Ideaએ પોતાના 392 રૂપિયાનો પ્લાન લૉન્ચ કર્યો છે. જેનો સમયગાળો 60 દિવસ છે. આ પ્લાનમાં યૂઝરને 250 મિનિટ દરરોજ અને 1000 મિનિટ પર વીકનો ટૉકટાઇમ મળે છે. આ સિવાય કંપનીએ 399નો પ્લાન પણ લૉન્ચ કર્યો છે. જેમાં યૂઝરને 1GB ડેટા દરરોજ મળે છે. જેમાં યૂઝરને 250 મિનિટ દરરોજ અને અઠવાડિયે 1000 મિનિટ મળે છે. જેનો સમયગાળો 84 દિવસ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter