Vodafone ઑફર, આ યૂઝર્સને ફ્રીમાં મળશે 4GB ડેટા

ટેલીકૉમ કંપનીઓ પોતાના યૂઝર્સને આકર્ષિત કરવા માટે દરરોજ નવા નવા તુક્કા અપનાવી રહી છે. પછી સસ્તાથી સસ્તો ડેટા પ્લાન રજૂ કરવાનો હોય કે પછી ગ્રાહકોને લલચાવવા માટે ફ્રી ડેટા પ્લાન આપવાનો હોય. કારણકે ગ્રાહક કોઈ અન્ય કંપનીનો હાથ પકડી ના શકે.

આ જ કારણ છે કે સરકારી ટેલીકૉમ કંપની BSNL બાદ હવે Vodafoneએ પણ પોતાના ગ્રાહકોને 4GB ડેટા ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. જોકે, આ ડેટાનો લાભ Vodafone યૂઝર્સને ત્યારે મળશે જ્યારે પોતાના 3જી સિમને 4જી સિમમાં અપગ્રેડ કરશે. મીડિયા રીપોર્ટ મુજબ, કંપનીએ બિહાર અને ઝારખંડ સર્કલમાં નવા ગ્રાહકો માટે 4જીબી 4G ડેટા ફ્રી આપવાની જાહેરાત પણ કરી છે. જેનો લાભ લેવા માટે યૂઝર્સને પોતાના નજીકના Vodafone કસ્ટમર કેર સેન્ટરમાં જવુ પડશે.

મહત્વનું છે કે વોડાફોન પહેલા BSNLએ આ ઑફર રજૂ કરી હતી. જોકે, BSNLના 4G નેટવર્કનુ ટેસ્ટિંગ ચાલુ છે. સરકારી કંપની BSNLએ જાહેરાત કરી છે કે જો યૂઝર્સ પોતાના સિમને 4G સિમમાં અપગ્રેડ કરે છે તો તેમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને સાથે જ તેમને 2GB ડેટાનો લાભ પણ મળશે.

ઉલ્લેખનીય છે કે Vodafoneએ હાલમાં જ બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. જેમાં 209 રૂપિયા અને 479 રૂપિયાવાળા પ્લાન સામેલ છે. ખરેખર, કંપનીએ આ પગલું છોડી રહેલા ગ્રાહકોને રોકવા માટે ઉઠાવ્યું છે. જો આ બંને પ્લાનની વાત કરીએ તો તેમાં દરરોજ ગ્રાહકોને 1.6 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને ફ્રીમાં કૉલિંગનો લાભ મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter