GSTV
Gujarat Government Advertisement

કાયમ માટે બંધ થઈ આ બેંક, જો તમારા પણ પૈસા જમા હોય તો જલ્દી ઉપાડી લો !

Last Updated on January 22, 2020 by Ankita Trada

દેશમાં પેમેન્ટ બેંકનું ચલણ થોડા સમથી ખૂબ જ વધી રહ્યું છે.પેમેન્ટ બેંક પર લોકોનો વિશ્વાસ વધતાં તેમા પેમેન્ટ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં બેંકીંગ સેવાઓને ઘરે ઘરે પહોંચાડવા માટે રિઝર્વ બેંકે 2015માં પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી. પેમેન્ટ બેંક માટે દેશમાં 41 કંપનીઓએ લાઈસન્સ માટે અરજી કરી હતી પણ તેમાંથી ફક્ત કંપનીઓને જ લાઈસન્સ આપવામાં આવ્યા હતા.

આ પેમેન્ટ બેંકમાંથી એક છે વોડાફોન m-pesa (Vodafone m-pesa)નું કામકાજ હાલમાં બંધ થઈ ગયું છે. ત્યારે આવા સમયે હવે વોડાફોન m-pesa (Vodafone m-pesa)ના ગ્રાહકો હવે બેંકમાંથી પોતાની પૈસા ઉપાડી લેવા પડશે. વોડાફોને સામે ચાલીને આ બેંક બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના આ નિર્ણય બાદ રિઝર્વ બેંકે m-pesa (Vodafone m-pesa)નું આધિકારિક લાઈસન્સ રદ કરી દીધું છે. જેનો અર્થ એ થાય છે કે, આ પેમેન્ટ બેંકનું કામકાજ હવે બંધ થઈ ગયું છે.

30 સપ્ટેમ્બર 2022 સુધી મળશે મોકો

જો તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે તો ટૂંક સમયમાં જ તમારા પૈસા ઉપાડી લ્યો. જો કે, ગ્રાહક, વેપારીઓ લાઈસન્સ રદ થયાના ત્રણ વર્ષની અંદર દાવો કરી શકે છે.એટલે કે, 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં દાવો કરી શકશે.

શું હોય છે પેમેન્ટ બેંક

હકીકતમાં જોઈએ તો, પેમેન્ટ બેંકને લોન્ચ કરવાનો અર્થ સ્મોલ સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સ, લો ઈન્કમ હાઉસ હોલ્ડ, અસંગઠિત ક્ષેત્ર, પ્રવાસી મજૂરો અને નાના ધંધાર્થીઓને બેંકની સેવા સાથે જોડે છે. જેના માટે આરબીઆઈએ નોન બેંકીંગ ફાઈનાન્સિશયલ કોર્પોરેશન, મોબાઈલ ફોન સેવા આપતી કંપની અથવા સુપર માર્કેટ ચેનને પેમેન્ટ બેંક શરૂ કરવાની મંજૂરી આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!