Vodafoneનો નવો પ્રીપેડ પ્લાન, 69 દિવસની વેલિડિટીની સાથે મળશે આ સુવિધા

ટેલીકૉમ કંપની Vodafone પોતાના ગ્રાહકો માટે 396 રૂપિયાનો નવો પ્રિપેડ પ્લાન લઇને આવી છે. કંપની યૂઝર્સને 396 રૂપિયામાં 69ની વેલિડીટીની સાથે એડિશનલ ડેટા અને અનલિમિટેડ ટૉકટાઇમ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વોડાફોને પોતાના 399 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર બાદથી 399 રૂપિયામાં હવે ગ્રાહકોને 84 દિવસ માટે દરરોજ 1 જીબી ડેટા અપાઈ રહ્યો છે. આ સિવાય પ્લાનમાં મળતી બધી સુવિધાઓ પહેલા જેવી જ છે.
વોડાફોનની વેબસાઇટ પર નવા 396 રૂપિયાના પ્રીપેડ પ્લાન અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી છે. જે મુજબ આ પ્લાનમાં યૂઝર્સને 69 દિવસ માટે 1.4 જીબી દરરોજના હિસાબે કુલ 96.6 જીબી ડેટા અપાઈ રહ્યો છે. આ સાથે જ તેમાં અનલિમિટેડ એસટીડી, લોકલ અને રોમિંગ કૉલ સિવાય 100 એસએમએસ દરરોજ અપાઈ રહ્યાં છે.
નવા પેકમાં યૂઝર્સને Vodafone Play એપની એક્સેસ પણ મળશે. વોડાફોન પ્લે એપ દ્વારા યૂઝર્સ મૂવી, લાઇવ ટીવી સિવાય બીજી ઘણી બધી સેવાઓનો લાભ લઇ શકે છે. જેના માટે યૂઝર્સે પહેલા પ્લે સ્ટોર પરથી વોડાફોન પ્લે એપને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવી પડશે. વોડાફોન પોતાના ગ્રાહકોને 458 રૂપિયાનો એક પ્લાન ઑફર કરી રહી છે. 84 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં યૂઝર્સને 1.4 જીબીનો ડેટા દરરોજ આપવામાં આવી રહ્યો છે.
READ ALSO
- જઈ રહેલા યૂઝર્સને રોકવા Airtelએ ફરીથી રજૂ કર્યો આ શાનદાર રીચાર્જ પ્લાન
- TCL બનાવી રહ્યો છે આવો ફોલ્ડેબલ ફોન, જેને વાળશો તો બની જશે સ્માર્ટવોચ
- Twitter પર આવવાનુ છે સ્નેપચેટ જેવુ કેમેરા ફીચર, જાણો ખાસિયત
- મોબાઈલ સ્લો થઈ ગયો હોય તો શું કરશો? ફક્ત આટલું કરો નવા જેવો જ થઈ જશે
- હવે કેમેરો ચાલું કરીને પુછો કે તમે ક્યાં ઉભા છો, ગુગલ રસ્તો બતાવી દેશે