GSTV
Auto & Tech Trending

Jio પછી હવે Vodafone લાવ્યું હેપ્પી ન્યુ યર ઓફર, રૂ.198માં મળશે દરરોજ 1 જીબી ડેટા

જિયોએ ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવ્યાં બાદ હવે દરેક ટેલિકોમ કંપની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. વિવિધ કંપનીઓ હેપ્પી ન્યુ યર ઓફર્સ, લઇને આવી છે તેવામાં વોડાફોન પણ રૂ.198માં હેપ્પી ન્યુયર ઓફર લઇને આવ્યું છે. ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ આ પેકની ઘોષણા પોતાના પ્રિપેઇડ ગ્રાહકો માટે કરી છે. સૌથી ઓછી કિમતના આ પ્લાનમાં કંપનીએ ગ્રાહકોની ડેટા અને અનેય સુવિધાઓ અંગે પણ ઘ્યાન રાખ્યું છે.

વોડાફોનના રૂ.198ના આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઇસ કોલ્સ. ફ્રી રોમિંગ અને દરરોજ 1 જીબી ડેટાનો લાભ મળશે. તાજેતરમાં જ વોડાફોનની હરિફ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પણ બે પ્લાન લોન્ચ કર્યા હતાં. આ ઓફર હેઠળ જિયો કસ્ટમરને બે પ્લાન આપશે જેમાં લોકલ અને નેશનલ કોલ સાથે દૈનિક ધોરણે 1.2GB અને 2GBનો ડેટા મળશે એમ સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું હતું.

હેપ્પી ન્યૂ યર 2018 યોજનામાં રૂ.199 અને રૂ.299ના બે પ્લાન આપવામાં આવશે.પહેલા પ્લાન રૂ.199માં ગ્રાહકોને 28 દિવસની વેલિડીટી સાથે 1.2GB ડેટા પ્રતિ દિવસ,ફ્રી SMS,વોઇસ કોલ અને બધા જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે 28 દિવસનો પ્રીમિયમ જિયો એપ માટે સબસ્ક્રિપ્શનની સુવિધા મળશે. જ્યારે,બીજી ઓફર રૂ.299માં બધા જિયો પ્રાઇમ મેમ્બર્સને 28 દિવસનો જિયો એપ માટે સબસ્ક્રિપ્શન સાથે દરેક દિવસ 2GB ડેટા,ફ્રી SMS,વોઇસ કોલ મળશે.

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV