GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

આ ટેલિકોમ કંપની લાવી જબરદસ્ત ઑફર, એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ ખાસ સર્વિસ

vodafone amazon offer

જો તમે વોડાફોન યુઝર હોવ તો તમે પણ એમેઝોન પ્રાઇમના તમામ વીડિયો અડધા ચાર્જીસ પર જોઇ શકો છો. વોડાફોન પોતાના યુઝર્સને ફ્રીમાં એમેઝોન પ્રાઇમ સબસ્ક્રીપ્શન આપી રહ્યું છે. વોડાફોને તાજેતરમાં જ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ‘યુથ ઓફર ઓન એમેઝોન પ્રાઇમ’ લૉન્ચ કર્યો છે. વોડાફોનની આ ખાસ ઑફર હેઠળ પ્રીપેડ કસ્ટમર્સને એમેઝોન પ્રાઇમના એક વર્ષના સબસ્ક્રીપ્શન પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પરંતુ વોડાફોનની આ ઑફરનો લાભ ફક્ત 18થી 24 વર્ષના લોકો જ લઇ શકે છે. વોડાફોન પહેલાં જ પોતાના પસંદગીના કસ્ટમર્સને વોડાફોન રેડ પોસ્ટપેડ પ્લાન સાથે એમેઝોન પ્રાઇમની ફ્રી મેમ્બરશીપ આપતુ હતું.

30 જૂન સુધી જ માન્ય છે આ ઑફર

વોડાફોનની આ ઑફર માત્ર 30 જૂન સુધી જ માન્ય છે. 30 જૂન બાદ આ ઑફર લાગુ નહી થાય.

શું છે એમેઝોન પ્રાઇમની યૂથ ઓફર
એમેઝોન પ્રાઇમ યૂથ ઓફરને વોડાફોન દ્વારા આપવામાં આવી રહી છે. જ્યાં કંપનીએ એમેઝોનની સાથે ભાગીદારી કરી છે. યૂથ ઓફરની મદદથી આ તે યૂઝર્સ માટે જેમની ઉંમર 18 થી 24 વચ્ચે છે એટલે કે આ લોકોને આ ઓફર અડધી કિંમતે મળશે. 

અમેઝોન પ્રાઇમ મેંબરશિપમાં તમને શું મળે છે


અમેઝોન પ્રાઇમ મેંબરશિપ એક એવી સર્વિસ છે જ્યાં તમે વીડિયો ઉપરાંત તમને સામાનને જલદીથી જલદી મંગાવી શકો છો. એક જ દિવસની ડિલીવરી માટે યૂઝર્સે 100 રૂપિયા આપવા પડે છે પરંતુ આ મફતમાં છે. તો બીજી તરફ તેનાથી તમે વીડિયો, ઓડિયો પ્રાઇમ રીડિંગનો પણ ફાયદો પણ ઉઠાવી શકો છો. 

આ રીતે ઉઠાવો ઓફરનો ફાયદો
તેના માટે તમારે માય વોડાફોન એપ ડાઉનલોડ કરવાની જરૂર છે. ત્યારબાદ બેનર પર દેખાઇ રહેલી જાહેરાત પર ક્લિક કરવું પડશે અને ઓફરનો ફાયદો ઉઠાવવો પડશે. 

ઉલ્લેખનિય છે કે વોડાફોન રેડ પોસ્ટપેઇડ પ્લાન્સ પર પહેલેથી જ એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન વોડાફોન પોસ્ટપેઇડ ગ્રાહકોને ઓફર કરવામાં આવ્યું છે. આ નવી ઓફર હેઠળ આઇડિયા વપરાશકર્તાઓ જે રૂ. 399 ની ઉપર આઇડિયા નિરવાના પ્લાનનો રિચાર્જ કરશે તે એમેઝોન વીડિયો સર્વિસની અનલિમિટેડ વીડિયો સર્વિસનો આનંદ માણી શકશે.

અહીં ગ્રાહકોને ટીવી શો, પ્રીમિયમ ફિલ્મો, હોલિવુડ ફિલ્મો, બોલીવુડ અને પ્રાદેશિક ફિલ્મો, ટોપ ટીવી શો, સ્ટેન્ડ અપ કોમેડી, બાળકોના કાર્યક્રમો અને પ્રાઇમ ઓરિજનલ સિરિઝના વીડિયો જોવા મળશે.

આ સિવાય ગ્રાહકોને એમેઝોન પ્રાઇમ મ્યુઝિકથી પણ ફાયદો થશે. જ્યાં વપરાશકર્તાઓ 20 ભાષાઓમાં એડ મ્યુઝિક, અમર્યાદિત ઓફલાઇન ડાઉનલોડ્સ અને સંગીતને એક્સેસ કરી શકશે. તેમજ વપરાશકર્તાઓને મફત ઇબુક્સ અને અમર્યાદિત મફત 1-2 દિવસની ડિલિવરી પણ મળશે તથા વિશિષ્ટ લોન્ચ અને ડિસ્કાઉન્ટની પ્રારંભિક એક્સેસ પણ મળશે.

Read Also

Related posts

હિરોઇનોને ટક્કર મારે એટલી ગ્લેમરસ છે મિથુન ચક્રવર્તીની લાડલી, બોલીવુડમાં ડેબ્યૂ માટે છે તૈયાર

Bansari

સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટીક ફ્લાઈટો થઈ શરૂ, જાણો અમદાવાદથી મોટા શહેરનું ભાડું અને શિડ્યુઅલ

pratik shah

લોકડાઉનમાં મજબૂર બની શિક્ષિત યુવતી, પરિવારનુ પેટ ભરવા શરૂ કર્યો આ ધંધો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!