GSTV
Home » News » આ કંપનીએ લૉન્ચ કર્યા બે નવા ધાંસૂ પ્લાન, યુઝર્સને દરરોજ મળશે 3GB 4G ડેટાનો લાભ

આ કંપનીએ લૉન્ચ કર્યા બે નવા ધાંસૂ પ્લાન, યુઝર્સને દરરોજ મળશે 3GB 4G ડેટાનો લાભ

ટેલિકોમ સેક્ટરમાં હાલ ચાલી રહેલી હરિફાઇ વચ્ચે યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોન-આઇડીયાએ બે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. બંને લૉન્ગ ટર્મ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ ફાયદા મળે છે અને તેની કિંમત અનુક્રમે 511 તથા 569 રૂપિયા છે. સાથે જ બંને પ્લાન્સની વેલીડીટી 84 દિવસની છે.

569 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને 3જીબી 4G/3G ડેટા પ્રતિદિવસ મળશે. સમગ્ર વેલીડીટી દરમિયાન યુઝર્સને કુલ 252 જીબી ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત અનલિમિટેડ લોકલ અને એસટીડી વૉઇસ કૉલિંગ સહિત 100એસએમએસ આપવામાં આવી રહ્યાં છે.

511 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને 2જીબી 4G/3G ડ્ટા પ્રતિદિવસ આપવામાં આવશે. સમગર્ વેલિડીટી દરમિયાન યુઝર્સને કુલ 168 જીબી ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત અનલિમિટેડ લોકલ અને એસડીટી વૉઇસ કોલિંગ સહિત 100 એસએમએસ પ્રતિદિવસ આપવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રિલાયન્સ જિયોની ટક્કરમાં વોડાફોને બે નવા પ્રીપેડ પ્લાન્સની ઘોષણા કરી છે. આ બંને પ્લાન્સની કિંમત 99 રૂપિયા અને 109 રૂપિયા છે. આ બંને પ્લાન્સમાં યુઝર્સને અનેક ફાયદા મળી રહ્યાં છે. વોડાફોનના આ બંને પ્લાન્સમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળી રહી છે. આ ઉપરાંત તેની વેલિડીટી 28 દિવસની છે. વોડાફોનના 109 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ડેટાની સાથે સાથે કોલિંગના ફાયદા પણ મળી રહ્યાં છે. તેમાં કંપની પોતાના યુઝર્સને 1જીબી 3જી અને 4જી ડેટા આપી રહી છે. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

Related posts

મોટર વ્હીકલ એક્ટમાં સુધારાનો ખરડો વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur

દિલ્હી-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરમાં ત્રણ રાજ્યોની સાથે યોજાવાની શક્યતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!