Vodafoneએ પોતાના વાર્ષિક પ્લાનની કિંમત રૂપિયા 200 વધારી

ટેલીકૉમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોને પોતાના વાર્ષિક પ્લાનની કિંમત 200 રૂપિયા વધારી દીધી છે. કંપનીના 1499 રૂપિયાના પ્લાનની કિંમત હવે 1699 રૂપિયા થઇ છે. જેની પાછળ એક કારણ એવુ પણ હોઈ શકે છે કે બીજી કંપનીઓ આ કિંમતમાં પોતાના વાર્ષિક પ્લાન આપી રહી છે.

હવે આ પ્રીપેડ પ્લાનની કિંમત 1699 રૂપિયા છે. એક વર્ષની મુદ્દતવાળા આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લૉકલ અને એસટીડી કૉલિંગ કોઈ FUP લિમિટ વગર મળશે. વોડાફોનના સામાન્ય અનલિમિટેડ પ્લાનમાં 250 વૉઇસ મિનિટ દરરોજની લિમિટ હોય છે. કૉલિંગ સિવાય 1699 રૂપિયાવાળા પ્લાનમાં 100 એસએમએસ દરરોજ અને દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવશે. પ્રતિ દિવસની ડેટા લિમિટ પાર થયા બાદ યૂઝર્સને 1MB માટે 50 પૈસા ચાર્જ આપવામાં આવશે. 365 દિવસની મુદ્દતની સાથે ગ્રાહક Vodafone Play સર્વિસનો લાભ પણ ઉઠાવી શકે છે. વોડાફોન પ્લે દ્વારા સ્માર્ટફોન પર ફિલ્મો અને ટીવી શો જોઇ શકાય છે.

એરટેલ અને જિયોના પ્લાનની કિંમત પણ રૂપિયા 1699

એરટેલના 1699 રૂપિયાવાળા પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે. આ સિવાય દરરોજ 1 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવે છે. એરટેલ અને વોડાફોનની જેમ રિલાયન્સ જિયોનો પ્લાન પણ 365 દિવસની માન્યતા સાથે આવે છે, જોકે, જિયો આ બંને કંપનીઓથી વધુ ડેટા-ઑફર કરે છે. જિયોના પ્લાનમાં 100 એસએમએસ અને અનલિમિટેડ કૉલિંગની સાથે 1.5 જીબી ડેટા દરરોજ મળે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter