GSTV
Home » News » …તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

…તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

જાણીતા ઔદ્યોગિક ગ્રૂપ આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યુ છે કે, જો સરકારે રાહત નહી આપી તો દેશની અગ્રણી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા બંધ થઈ જશે.

ટ્રાઈ દ્વારા જે આંકડા જાહેર કરાયા છે તે પ્રમાણે વોડાફોન આઈડિયા પાસેહાલમાં 37.5 કરોડ ગ્રાહકો છે.આ સંજોગોમાં આ ગ્રાહકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. વોડાફોન કંપનીએ પણ તાજેતરમાં નિવેદન આપ્યુ હતુ કે, બીઝનેસ ચાલુ રાખવા માટે સરકાર દ્વારા અપાનારી રાહત પર ઘણો આધાર રહેશે. કોર્ટે એજીઆર(એડજેસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ) મામલે જે ચુકાદો આપ્યો છે તેનાથી ઈન્ડસ્ટ્રી પર બહુ અસર પડી છે.

દરમિયાન એક કાર્યક્રમમાં કુમાર મંગલમ બિરલાએ સ્પષ્ટપણે કહ્યુ છે કે, સરકાર રાહત નહી આપે તો કંપનીને તાળા વાગી શકે છે.

વોડાફોન આઈડિયાને સુપ્રીમ કોર્ટે એજીઆર પેટે 39000 કરોડ રુપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. જેના પગલે વોડાફોન આઈડિયાએ બીજા  ક્વાર્ટરમાં 50921 કરોડ રુપિયા ખોટ નોંધાવી છે. જ્યારે આ રિઝલ્ટની જાહેરાત થઈ તે પહેલા જ આદિત્ય બિરલા ગ્રૂપે નિવેદન આપતા કહ્યુ હતુ કે, આ રકમ ચુકવવામાં સરકાર રાહત નહી આપેતો કંપનીને દેવાળુ પણ ફૂંકવુ પડી શકે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!