GSTV

અલર્ટ / વોડાફોન આઇડિયાએ તેના 27 કરોડ યુઝર્સને આપી ચેતવણી, Jio અને Airtel યુઝર્સ પણ થઇ જાવ સતર્ક

Last Updated on August 1, 2021 by Zainul Ansari

દેશની લોકપ્રિય નેટવર્ક પ્રોવાઇડર કંપની વોડાફોન આઇડિયાએ ભારતમાં તેના 27 કરોડથી વધુ ગ્રાહકોને અલર્ટ કર્યા છે. સ્કેમર્સ, યુઝર્સના અંગત ડેટા KYC સ્કેમ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં Airtelએ પણ સાયબર ફ્રોડમાં વધારા અંગે આ સંબંધિત એડવાયઝરી જારી કરી છે, તેના પછી વોડાફોન આઇડિયાએ આ પગલો લીધો છે. એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે જણાવ્યું કે કેવી રીતે ફ્રોડ નવી તકનીકનો ઉપયોગ કરી મોબાઇલ યુઝર્સ સાથે સ્કેમ કરી રહ્યા છે.

તાજેતરમાં જાણવા મળ્યું છે કે દેશભરમાં વોડાફોન આઇડિયા ગ્રાહકોને પણ સાયબર ક્રિમિનલ ટાર્ગેટ કરી રહ્યા છે. સાયબર ગુનેગારો ગ્રાહકોને વોડાફોન આઇડિયા કર્મચારી કહીને ડેટા ચોરી કરી રહ્યા છે. તાજેતરમાં જ સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI)એ પણ ચેતવણી આપી છે કે ઘણા બધા ગ્રાહકોને KYC સાથે સંબંધિત મેસેજ મળી રહ્યા છે. એવામાં બધા સચેત રહે અને આ પ્રકારના મેસેજ આવવા પર સાયબર ક્રાઇમ અને સંબંધિત નેટવર્કને ફરિયાદ કરો.

કેમ આપવામાં આવી રહી છે ચેતવણી?

વોડાફોન આઇડિયાએ એક પબ્લિક એડવાયઝરી જારી કરીને જણાવ્યું કે કેવી રીતે સાયબર ગુનેગારો ગ્રાહકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કેટલાક વોડાફોન આઇડિયાના ગ્રાહકોને અનનોન નંબર પરથી સતત મેસેજ અને કોલ આવી રહ્યા છે, જેમા તેમને તરત KYC અપડેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સાયબર ગુનેહારો ઘણી વખત ગ્રાહકો સાથે વોડાફોન આઇડિયાના કર્મચારી બનીને વાત કરે છે અને KYC નહીં કરવા પર ગ્રાહકને સીમ કાર્ડ બ્લોક કરવાની ધમકી આપે છે. આ દરમિયાન તેઓ વેરિફિકેશનના નામે ગ્રાહકો પાસેથી અંગત જાણકારી માંગે છે.

eKYC પર ફેક SMS શું કહે છે?

ફેક SMS યુઝર્સને સર્વિસ બંધ થવાથી બચવા માટે મેસેજ મળ્યાના 24 કલાકની અંદર એક નિશ્ચિત નંબર પર કોલ કરી eKYC વેરિફિકેશન માટે ડોક્યૂમેન્ટ જમા કરવા માટે કહે છે. SMSમાં લખ્યું છે કે પ્રિય ગ્રાહક તમારા વોડાફોન આઇડિયા સિમ માટે eKYC થવાનું બાકી છે. વોડાફોન આઇડિયા હેલ્પલાઇન નંબર 7878XXXX પર તરત કોલ કરી દસ્તાવેજ જમા કરાવો. જો આમ નહીં કરવામાં આવે તો તમારો મોબાઇલ નંબર 24 કલાકમાં બંધ થઇ જશે.

eKYC સ્કેમ કેવી રીતે કામ કરે છે?

ફ્રોડ દરમિયાન ક્રિમિનલ વોડાફોન આઇડિયાના કર્મચારી હોવાનો દાવો કરી KYC ફોર્મ અંગે કોલ અથવા મેસેજ મોકલે છે. આ દરમિયાન ગ્રોહકોને ગૂગલ સ્ટોર પરથી ક્વિક સપોર્ટ એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે, જેથી તેઓની મદદ મળી શકે. TeamViewer ક્વિક સપોર્ટ એપ સાયબર ક્રિમિનલ્સને ફોન અને ફોન સાથે જોડાયેલા અકાઉન્ટને રિમોટ એક્સેસની મંજૂરી આપે છે. ત્યારબાદ યુઝર્સ તેના ફોનની સ્ક્રીન પર જે પણ કરે છે, તે ક્રિમિનલને પણ દેખાય છે અને ત્યારબાદ તેઓ ઓનલાઇન બેન્કિંગ પાસવર્ડનો સ્ક્રીનશોટ લે છે.

kyc

KYC ડિટેલ આપવા પર શું થશે?

સાયબર ગુનેગારો દ્વારા મોકલવામાં આવેલા આ પ્રકારના મેસેજનો હેતુ યુઝર્સને તેમની વ્યક્તિગત માહિતી જેમ કે ઇમેઇલ આઇડી, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ, આધાર ડિટેલ અને ફોટો વગેરે આપવાની ધમકી આપવાનો છે. સાયબર છેતરપિંડી કરનારાઓ તમારો પાસવર્ડ ચોરી કરવા અથવા વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે રિમોટ ડેસ્કટોપ એક્સેસ એપ ઇન્સ્ટોલ કરવા માટે તમને ડરાવી શકે છે. આ પ્રકારનો ફ્રોડ બે સ્ટેપમાં થાય છે. પ્રથમ, પર્સનલ ડેટા અલગથી લેવામાં આવે છે. પછી ઓનલાઈન બેન્કિંગ માહિતી, સોશિયલ મીડિયા પાસવર્ડ્સ વગેરે એકત્ર કરીને પર્શનલાઇઝ ફિશિંગ મેસેજ તૈયાર કરવામાં આવે છે.

એરટેલ અને વોડાફોન સિવાય તાજેતરમાં જ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI)એ પણ આ વાતને લઇ ચેતવણી આપી છે કે ઘણા મોબાઇલ યુઝર્સ KYCને લઇ સ્કેમ SMS મેળવી રહ્યા છે અને તેનાથી બચવાની જરૂર છે.

Read Also

Related posts

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે, કેન્સર-ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની થશે સારવાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!