GSTV

આનંદો ! Vi યુઝર્સને ફ્રીમાં મળી રહ્યો છે 3GB ડેટા, તમને મળ્યો કે નહીં આ રીતે કરો ચેક

vi

Vodafone Ideaને તાજેતરમાં જ Vi નામથી રીબ્રાન્ડ કરવામાં આવ્યુ. Viના પ્રયાસ છે કે Airtel અને Reliance Jio પર શિફ્ટ થઇ રહેલા પોતાના ગ્રાહકોને જાળવી રાખે. જો કે કંપનીએ Vi બ્રાન્ડ સાથે નેટવર્ક પર્ફોરમન્સ સુધર્યુ હોવાનો દાવો પણ કર્યો છે. થોડા દિવસો પહેલા જ ટેલિકોમ કંપનીએ પોતાના અનેક પ્લાનમાં ZEE5 પ્રીમિયમ મેમ્બરશિપ ફ્રી આપવાનું એલાન કર્યુ હતુ. હવે કંપની પોતાના પ્રીપેડ યુઝર્સના એકાઉન્ટમાં 3GB ફ્રી ડેટા ક્રેડિટ કરી રહી છે. આ ફ્રી ડેટાની વેલીડીટી 3 દિવસ છે.

3GB ફ્રી ડેટા મળ્યો કે નહીં આ રીતે કરો ચેક

Vodafone Idea

Vi તરફથી 3GB ડેટા બેનિફિટ જે યુઝર્સને આપવામાં આવે છે, તે સંપૂર્ણ રીતે રેન્ડમ છે. તેથી હોઇ શકે છે કે તમને આ ઑફર ના મળે. એક અહેવાલ અનુસાર કેટલાંક યુઝર્સને વોડાફોન એકાઉન્ટમાં ફ્રી 3GB ડેટા મળવાની જાણકારી આપી છે. જણાવી દઇએ કે MPCG, ગુજરાત અને મુંબઇ સહિત અનેક સર્કલના યુઝર્સે આ જાણકારી શેર કરી છે.

સ્માર્ટફોન

ખબરો અનુસાર, 49 રૂપિયાવાળુ All Rounder પેક રિચાર્જ કરવા પર Vi 3GB ફ્રી ડેટા આપી રહ્યું છે. 49 રૂપિયાવાળુ Vi રિચાર્જ પેક 38 રૂપિયા ટૉક ટાઇમ, 100MB ડેટા અને 28 દિવસની વેલીડીટી સાથે આવે છે. જો તમે 49 રૂપિયાવાળા Vi રિચાર્જ પેકને કંપનીની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી રિચાર્જ કરો તો તમને વધારાનો 200MB ડેટા પણ મળશે. કંપની 48 રૂપિયામાં 28 દિવસની વેલીડીટી વાળા એડ-ઑન ડેટા પેકને પણ ઑફર કરી રહી છે જેમાં 3GB ડેટા મળે છે. પરંતુ કેટલાક યુઝર્સને હાલ આ ફ્રી ઑફર કરવામાં આવી રહ્યો છે.

Vodafone Idea

એક રિપોર્ટ અનુસાર, ફ્રી મળેલા 3GB ડેટાની વેલીડીટી 49 રૂપિયા વાળા ઑલ રાઉન્ડર પેક જેટલી કરી દેવામાં આવી છે. જ્યારે Vi તરફથી મોકલવામાં આવેલા એસએમએસમાં જણાવવામાં આવ્યું છે કે આ ડેટા 3 દિવસ માટે છે. ઑલ રાઉન્ડર પેકની વેલીડીટી 28 દિવસની છે. બની શકે છે કે ફ્રી ડેટાના વેલીડીટી આ જ કારણે વધારવામાં આવી હોય. તમને પણ 3GB ફ્રી ડેટા મળ્યો છે કે નહીં, તેની જાણકારી તમે Vi મોબાઇલ એપમાં જઇને મેળવી શકો છો.

Read Also

Related posts

ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ આશ્ચર્યજનક રેકોર્ડ હાંસલ કર્યો, પ્લેઓફની રેસમાં SRH

Mansi Patel

વીએસ હોસ્પિટલની બેદરકારી/ છેલ્લા બે મહિનાથી હડકવાની રસી જ નથી, કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Pravin Makwana

લોન મોરેટોરિયમ/ ચશ્મા વેચનારા એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6,500 કરોડનો ફાયદો

Karan
Do NOT follow this link or you will be banned from the site!