Vodafone Idea એટલેકે Viએ આ સપ્તાહે પોતાનો પ્રિપેડ ડેટા પેક દેશોમાં લોન્ચ કર્યો છે. આ પ્રીપેડ પેક હેઠળ યુઝર્સને 351 રૂપિયામાં 100GB 4g ડેટા ઓફર કરવામાં આવી રહ્યુ છે. આ ડેટા પેક 56 દિવસોની વેલિડીટી સાથે આવશે. બીજા ડેટા પેકની જેમ આ પેકમાં પણ દર દિવસે ડેટા ઉપયોગ માટે કોઈ લિમિટ નથી. Viનું કહેવું છેકે, કંપનીએ આ ડેટા પેકને ખાસકરીને વિદ્યાર્થીઓ, વર્ક ફ્રોમ હોમ કરી રહેલાં લોકો અને ગેમર્સને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે.


Viએ એક રિલીઝમાં કહ્યું, ‘અમારો ઉદ્દેશ હાલના સમયમાં ડિજિટલ ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવાનું છે. કોવિડના આગમન પછી ઓનલાઇન પ્રવૃત્તિમાં વધારો થયો છે. આ વિડિયો કોલ્સથી માંડીને ઓનલાઇન શાળા અને શો/વિડિયો જોવાનું સામેલ છે. અને હવે ક્રિકેટની સિઝન પણ આવી ગઈ છે અને અમે નથી ઇચ્છતા કે અમારા ગ્રાહકો કંઇક ચૂકી જાય. કોઈ પણ દૈનિક ડેટા મર્યાદા વિના, 56 દિવસ માટે ફક્ત 351 રૂપિયામાં 100 જીબી ડેટા. અમને વિશ્વાસ છે કે Vi ગ્રાહકો ડેટા ખતમની ચિંતા કર્યા વિના બધું જોઈ શકે છે.’

GIGAnet સર્વિસ
નવા ડેટા પેકની સાથે Vi એ નવા ડેટા પેક સાથે GIGAnet સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી. કંપની દેશમાં સૌથી મોટું 4G નેટવર્ક હોવાનો દાવો કરે છે. કંપનીનું કહેવું છે કે ફોન પર યુટ્યુબ વીડિયો, નેટફ્લિક્સ, ડિઝની+હોટસ્ટાર, ઝૂમ કોલ્સ, ગૂગલ મીટ અથવા અન્ય એપ્લિકેશનોનો ઉપયોગ કરતી વખતે વધુ સારી સ્પીડ મળશે.
જણાવી દઈએ કે તાજેતરમાં લંડનની નેટવર્ક એનલિટિક્સ કંપની OpenSignalએ ખુલાસો કર્યો છે કે અપલોડ સ્પીડ એક્સપિરિયન્સ એવોર્ડમાં Vi એ એરટેલ અને જિઓને પાછળ છોડી દીધી છે. Vi નો સ્પીડ સ્કોર 3.5 mbps હતો જ્યારે એરટેલનો 0.7 mbps રહ્યો હતો.

બીજી તરફ, વિડિઓ એક્સપિરિયંસ, ગેમ્સ એક્સપીરિયંસ, વોઈસ એક્સપીરિયંસ, ડાઉનલોડ એક્સપીરિયંસના સંદર્ભમાં વોડાફોન આઈડિયા બીજા સ્થાન પર રહી. આ કિસ્સામાં, એરટેલે બાજી મારી હતી. 4G ઉપલબ્ધતા અને 4G કવરેજ એક્સપીરિયંસની વાત કરીએ તો, Vi જિયો અને એરટેલથી પાછળ રહી છે.
READ ALSO
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
