GSTV
Gujarat Government Advertisement

Vodafone-Idea એ ZEE5ની સાથે પાર્ટનરશિપમાં વધુ એક પગલું લીધું, યુઝર્સને આપશે જબરદસ્ત ફાયદો

Last Updated on July 24, 2019 by

જિયો સાથે ટક્કર લેવા માટે વોડાફોન- આઈડિયાએ તેમના યુઝર્સને એક મોટી ગિફટ આપવાનો વિચાર કર્યો છે. વોડાફોન-આઈડિયાએ મીડિયા પ્લેટફોર્મ ZEE5 સાથે પાર્ટનરશિપ કરી છે અને એલાન કર્યું છે કે તેમના યુઝર્સને તેમનું સબ્સક્રિપ્શન મળશે.

જણાવીએ કે ZEE5 એ પ્લેટફોર્મ છે, જેના પર યુઝર્સ મૂવીઝ, ટીવી સીરિયલ્સ અને વેબસીરિઝનો આનંદ ઉઠાવી શકે છે. ZEE5ની થિયેટર એપ પર યુઝર્સ જુલાઈ મહિનાના 9 લાઈવ શો પણ જોઈ શકે છે. ચેનલ દર બુધવાર અને શુક્રવારની રાતે 9 વાગ્યે બે નવા પ્લે પણ એડ કરવામાં આવશે.

વોડાફોન-આઈડિયાના માર્કેટિંગ ડાયરેક્ટરે આ પાર્ટનરશિપની જાણકારી આપી છે. તેણે કહ્યું, અમે ZEE5ની સાથે પાર્ટનરશિપને લઈ ઘણી ઉત્સાહિત છે. આ પાર્ટનરશિપના કારણે થિયેટરના પ્રોડક્શન અને તેની પહોંચમાં વધારો થશે. ZEE5 તરફથી પણ આ પાર્ટનરશિપ પર નિવેદન કરવામાં આવ્યું છે.

આ પાર્ટનરશિપ શાનદાર હશે અને તેનાથી યુઝર્સને નવું કન્ટેંટ જોવા મળશે. થિયેટર એંટરટેનમેન્ટનો ભાગ છે અને અમે તે લોકો સુધી લાઈવ પહોંચાડવાની કોશિશ કરીશું. વોડાફોન-આઈડિયાએ એક મહિના પહેલા ZEE એંટરટેનમેન્ટની સાથે પાર્ટનરશિપ કરી હતી. આ પાર્ટનરશિપથી વોડાફોન-આઈડિયાના યુઝર્સ વોડાફોન પ્લે અને આઈડિયા ટીવી મૂવી એપ્સની મદદથી ZEE5 એપનો ઉપયોગ કરી શકો છો. આ પાર્ટનરશિપના કારણે યુઝર્સને અલગથી ZEE5 એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રાંતિકારી સફળતા: હવે આ સોફ્ટવેર કરશે વેન્ટિલેટર-ICUની જરૂરિયાત વાળા દર્દીની ઓળખ

Pritesh Mehta

ખતરો: કોરોના બાદ હવે ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ પણ પ્રાણીઓ સુધી પહોંચ્યો, તમિલનાડૂના આ પ્રાણીસંગ્રહાલયમાં 4 સિંહ થયા સંક્રમિત

Pravin Makwana

સૂર્યાસ્ત પછી ક્યારેય ના કરશો આ પાંચ કામ, નહીં તો ધન સમૃદ્ધિના નાશ સાથે થશે આ મોટું નુકસાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!