GSTV
Home » News » Vodafone-Ideaનું ભાવિ આજે નક્કી થશે, AGR ચુકવણીમાં નિષ્ફળ જાય તો પડશે મોટો ફટકો

Vodafone-Ideaનું ભાવિ આજે નક્કી થશે, AGR ચુકવણીમાં નિષ્ફળ જાય તો પડશે મોટો ફટકો

ટેલિકોમ કંપનીઓએ સરકારને AGR પેટે રૂ.1.47 લાખ કરોડ ચૂકવવાની આજે અંતિમ તારીખ છે. દેશની ત્રણ ટેલિકોમ કંપનીઓ આ અંગે હાલ દુવિધા અનુભવી રહી છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા AGR અંગે સુપ્રીમે આપેલ ચુકાદા વિરુદ્ધ ફરી અરજી કરીને  માંગ કરી છે કે તેમને આ નાણાંની ચુકવણી માટે વધુ સમય આપવામાં આવે.

બીજી તરફ રિલાયન્સ જિયો નિયત સમયમર્યાદામાં આ ચુકવણી કરી દેશે તેવું જાણકારોએ જણાવ્યું હતું. આમ જો હવે આજે વોડાફોન આઈડિયા AGR ચુકવણીમાં નિષ્ફળ જાય તો સરકાર તેના પર પેનલ્ટી પણ લગાવી શકે છે.  આ ઉપરાંત સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લઇ જઈ શકે છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ઓક્ટોબરમાં 3 માસના સમય સાથે દેશની ટેલિકોમ કંપનીઓને AGRના બાકી પૈસા વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો. આ ડેડલાઈન 23મી જાન્યુઆરીએ પુરી થાય છે અને અંતિમ સમય સુધી સરકાર તરફથી કોઈ રાહત ન મળતા વધુ સમય માટે ધમપછાડા કરી રહી છે.

ગત સપ્તાહે ગુરૂવારે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની ચુકાદા પર ફેરવિચારણા કરવાની અરજી નામંજૂર કરી હતી અને જેને કારણે દેશની ટોચની ત્રણ ટેલિકોમ કંપનીઓને 1.47 લાખ કરોડની ચૂકવણી માટે વધુ સમય માંગ્યો હતો. ભારતી એરટેલ-વોડાફોન-આઈડિયાની સંયુકત અરજી પર કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી છે અને આગામી સપ્તાહે આ અરજી પર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ બોબડેની અધ્યક્ષતાવાળી બેચ જ કરશે. અત્રે નોંધનીય છે કે વોડાફોન આઈડિયાએ 53,038 કરોડના AGR ચૂકવણા બાકી છે,જ્યારે ભારતી એરટેલે પણ 35,586 કરોડ ચૂકવવાના બાકી છે.

Read Also

Related posts

ભારતને પછાડી દેશે આ પડોશી ટચૂકડો દેશ, આર્થિક સ્તરે બની રહ્યો છે જોરદાર મજબૂત

Mansi Patel

શાહીનબાગના પ્રદર્શનકારીએ એક રસ્તો ખોલી આપ્યો, દિલ્હી પોલીસ ઉંઘતી ઝડપાઈ

Pravin Makwana

‘કભી ખુશી કભી ગમ’ સોનાના ખજાના પર ઝેરીલા સાંપોની પહેરેદારી, સોનભદ્રમાં કેવી રીતે થશે ખોદકામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!