GSTV
Home » News » Vodafone-Idea લાવી રૂપિયા 24નો પ્લાન, મળશે આ સુવિધા

Vodafone-Idea લાવી રૂપિયા 24નો પ્લાન, મળશે આ સુવિધા

ટેલીકૉમ કંપની વોડાફોન આઇડિયા પોતાના ગ્રાહકો માટે એક નવો પ્લાન લઈને આવી છે. વોડાફોન આઇડિયા 24 રૂપિયાનો મિનિમમ પ્રીપેડ રીચાર્જ પ્લાન લઈને આવી છે. 24 રૂપિયાવાળા આ પ્લાનથી યૂઝર્સ પોતાના એકાઉન્ટની વેલિડિટી વધારી શકે છે. મિનિમમ પ્લાનથી પોતાના મોબાઇલ નંબરને રીચાર્જ કરીને વેલિડીટી વધારવાનુ અનિવાર્ય થયાના લગભગ 1 મહિના બાદ કંપની આ પ્લાન લઇને આવી છે. એરટેલ અને Tata Docomo જેવા બીજા ઑપરેટર્સ પહેલા જ પોતાનો મિનિમમ રીચાર્જ પ્લાન રજૂ કરી દીધો છે.

28 દિવસ બાદ વધી જશે વેલિડિટી

વોડાફોન આઈડિયાના 24 રૂપિયાવાળો નવો પ્લાન એકાઉન્ટની વેલિડિટીને 28 દિવસ સુધી વધારી શકે છે. આ પ્લાન દેશભરમાં આઇડિયા અને વોડાફોનના બધા પ્રીપેડ કસ્ટમર્સ માટે તૈયાર છે. જેનો અર્થ છે કે જ્યારે ગ્રાહકનું બેલેન્સ સમાપ્ત થઈ જાય તો તેની આઉટગોઇંગ અને ઈનકમિંગ સર્વિસમાં ખલેલ પાડશો નહીં. આ સિવાય આ રીચાર્જ પ્લાન એવા લોકો માટે કામનો હશે, જે એકાઉન્ટના ડીએક્ટિવેશનથી બચવા ઈચ્છે છે.

100 મિનિટ On-net કૉલિંગની સુવિધા

નવા પ્લાન હેઠળ પ્રિપેડ યૂઝર્સને રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 100 મિનિટ On-net કૉલિંગની સુવિધા મળશે. On-net કૉલિંગનો અર્થ નેટવર્કની અંદર કૉલ કરવાનો છે. એટલેકે યૂઝર્સ આઈડિયાથી આઈડિયા અથવા વોડાફોનથી વોડાફોન કૉલ કરી શકશે. તો બીજા નેટવર્કમાં કૉલ કરવા પર પ્રતિ સેકન્ડ 2.5 પૈસા થશે. પ્લાન હેઠળ યૂઝર્સ પાસેથી પ્રતિ 10KB ડેટા માટે 4 પૈસા લેવામાં આવશે. જેનો અર્થ છે કે 1MB ડેટા માટે યૂઝરને 4 રૂપિયા ખર્ચ કરવા પડશે. તો રોમિંગ પર આ ચાર્જ 10 રૂપિયા પ્રતિ MB હશે. આ સિવાય લોકલ SMS માટે ગ્રાહકથી 1 રૂપિયા પ્રતિ મેસેજ માટે જશે. જ્યારે નેશનલ SMS માટે 1.5 રૂપિયા લેવામાં આવશે.

READ ALSO

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!