GSTV
Business Trending

અંતિમ તારીખ હોવા છતાં એરટેલ અને વોડાફોન-આઇડિયાએ ૮૮,૬૨૪ કરોડ ચૂકવ્યા નહીં

ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ ટેલિકોમ વિભાગને જણાવ્યું છે કે તે ૮૮,૬૨૪ કરોડ રૃપિયાની બાકી એજીઆરની ચુકવણી કરશે નહીં અને તે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોશે. ઉલ્લેખનીય છે કે એજીઆરની ચુકવણી કરવાનો આજે છેલ્લો દિવસ હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને કંપનીઓ આગામી સપ્તાહમાં થનારી  સુપ્રીમ કોર્ટની સુનાવણી રાહ જોઇ રહી છે. 

બંને કંપનીઓએ ટેલિકોમ વિભાગને જણાવ્યું છે કે તેમને બાકી એજીઆરની ચુકવણી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના ચુકાદા સુાૃધીનો સમય આપવામાં આવે. જો કે રિલાયન્સ જીયો દ્વારા બાકી રકમ ૧૭૭ કરોડ રૃપિયાની ચુકવણી કરવામાં આવે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને બાકી રકમ ચૂકવવા માટે ૨૩ જાન્યુઆરી સુાૃધીનો સમય આપ્યો હતો. ૨૬.૧૨ ટકા સરકારી માલિકીવાળી ટાટા કોમ્યુનિકેશન દ્વારા પણ બાકી ૬૬૬૩ કરોડ રૃપિયા ચૂકવવા માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. 

ટેલિકોમ કંપનીઓને ૯૨,૬૪૨ કરોડ રૃપિયા લાયસન્સ ફી અને ૫૫,૦૫૪ કરોડ રૃપિયા સ્પેક્ટ્રમ યુઝેજ  ચાર્જ પેટે ચુકવવાના બાકી છે. ભારતી એરટેલને ટેલિકોંમ વિભાગને ૩૫,૫૮૬ કરોડ રૃપિયા ચૂકવવાના છે. જે પૈકી ૨૧,૬૮૨ કરોડ રૃપિયા લાયસન્સ ફી અને ૧૩,૯૦૪ કરોડ સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જ પેટે ચુકવવાના છે.

વોડાફોન આઇડિયાને ટેલિકોમ વિભાગને ૫૩,૦૩૮ કરોડ રૃપિયા ચૂકવવાના છે. જેમાં ૨૪,૭૨૯ કરોડ રૃપિયા સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જિસ પેટે અને ૨૮,૩૦૯ કરોડ રૃપિયા લાયસન્સ ફી પેટે ચુકવવાના બાકી છે. 

Read Also

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV