GSTV

Vodafone-Ideaના પ્લાન્સ ફરી થશે મોંઘા, હવે પહેલાં કરતાં આટલા ગણી વધુ કિંમત ચુકવવા તૈયાર રહો

સસ્તા ડેટા અને ફ્રી કોલિંગના દિવસો હવે લગભગ પૂરા થવાની અણીએ છે. ટેલીકોમ કંપનીઓ નુકસાનમાં છે. તમામ કંપનીઓએ થોડા સમય પહેલા જ અનલિમિટેડ ઑફ નેટ કૉલિંગ પૂરા કરીને નવા પ્લાન લૉન્ચ કરી દીધાં છે. ભારતીય ટેલીકોમ કંપની વોડાફોન-આઇડિયા ઇચ્છે છે કે મોબાઇલ ડેટા માટે મિનિમમ ટેરિફને 35 રૂપિયા પ્રતિ જીબી કરી દેવો જોઇએ. આ રેટ વર્તમાન ડેટા ટેરિફની સરખામણીએ 7 ગણો વધુ છે. હાલ તમે 1 જીબી ડેટા માટે આશરે 4થી 5 રૂપિયા ચુકવો છો.

1GB માટે 35 રૂપિયા ચુકવવા પડશે

વોડાફોન-આઇડિયાએ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમને એક લેટર લખ્યો છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે કંપની ઇચ્છે છે કે 35 રૂપિયા પ્રતિ જીબી ડેટા રેટ ફિક્સ કરવામાં આવે. આ ઉપરાંત અહીં તેમ પણ કહેવામાં આવ્યું છે કે મંથલી કનેક્શન માટે મિનિમમ ચાર્જ 50 રૂપિયા કરી દેવામાં આવે.

સાથે જ વોડાફોન-આઇડિયાએ નવા રેટને 1 એપ્રિલ 2020થી લાગુ કરવાની ભલામણ કરી છે. જણાવી દઇએ કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂના કારણે ટેલીકોમ કંપનીઓ આજકાલ મુસીબતમાં છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ આ કંપનીને 53 હજાર કરોડ રૂપિયા AGR તરીકે ચુકવવાના છે.

AGRની પૂરી રકમ ચુકવવા માટે 18 વર્ષનો સમય માંગ્યો

રિપોર્ટ અનુસાર વોડાફોન-આઇડિયાએ AGRની પૂરી રકમ ચુકવવા માટે 18 વર્ષનો સમય માંગ્યો છે. રિપોર્ટ્સ અનુસાર વોડાફોન-આઇડિયા ઇચ્છે છે કે આઉટગોઇંગ કૉલ્સ માટે મિનિમમ 6 પૈસા પ્રતિ મિનિટનો રેટ ફિક્સ કરવામાં આવે.

એક રિપોર્ટમાં એક સોર્સના હવાલે કહેવામાં આવ્યું છે કે, કંપની અનુસાર મોબાઇલ કૉલ અને ડેટા રેટમાં વધારાથી રેવન્યુમાં વધારો થશે જેમ કે 2015-16માં આ બંને કંપનીઓને અલગ-અલગ નફો થયો હતો. કંપનીએ કહ્યું કે ટેરિફ હાઇક બાદ કંપનીને ત્રણ વર્ષ રેવન્યૂ જનરેટ કરવામાં લાગસે જેવા પહેલા લાગતા હતા. તેથી કંપનીએ ત્રણ વર્ષનો સમય પણ માગ્યો છે.

યુઝર્સને લાગશે મોટો ઝટકો

જો વોડાફોન-આઇડિયાની આ ભલામણ માની લેવામાં આવે તો કસ્ટમર્સને મોટો ઝટકો લાગી શકે છે. જો વોડાફોન-આઇડિયાના ટેરિફ વધે તો સ્પષ્ટ છે કે જ્યો અને એરટેલ પણ પોતાના ટેરિફની કિંમતો વધારશે. જો આવું થયું તે ફરી એકવાર યુઝર્સને ડેટા અને કોલિંગ માટે પહેલાની જેમ જ વધારે રૂપિયા ચુકવવા પડશે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!