GSTV

આ ટેલિકોમ કંપની લાવી ધાંસૂ પ્લાન: 154 રૂપિયામાં 6 મહિનાની વેલીડીટી સાથે મળશે આ સુવિધાઓ

ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલી પ્રાઇસ વૉર વચ્ચે વોડાફોન-આઇડિયાએ વધુ એક પ્લાન લૉન્ચ કર્યો છે. 154 રૂપિયાના આ પ્લાનની વેલીડીટી 6 મહિના એટલે કે 184 દિવસની છે. જો કે બીજા પ્લાનની જેમ જ આ પ્લાનમાં ફ્રી ડેટા, એસએમએસ અને ફ્રી ટૉક ટાઇમનો લાભ નહી મળે.

તાજેતરમાં જ કંપની તરફથી પ્રીપેડ કસ્ટમર્સ માટે 24 રૂપિયાનો મિનિમમ પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્લાન તે કસ્ટમર્સ માટે છે જે ફક્ત પોતાના નંબરની વેલીડીટીને ચાલુ રાખવા માગે છે.

154 રૂપિયાના આ પ્લાનની વાત કરૂએ તો તેની વેલીડીટી 184 દિવસની છે. તેમાં યુઝર્સને 600 મિનિટની કૉલિંગ આપવામાં આવી રહી છે જે રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી માન્ય છે. આ કૉલ ફક્ત વોડાફોનથી વોડાફોન પર જ કરી શકાશે. આ પ્લાનમાં કોઇ ટૉકટાઇમ નહી મળે.

જો તમારે કોઇ અન્ય નંબર પર કૉલ કરવો હોય તો લોકલ અને એસટીડી કૉલ રેટ 2.5 પૈસા પ્રતિ સેકેન્ડ છે. વોડાફોન ઉપરાંત અન્ય નેટવર્ક પર મેસેજ કરવા પર લોકલ મેસેજનો ચાર્જ 1 રૂપિયો અને એસટીડી મેસેજનો ચાર્જ 1.5 રૂપિયા પ્રતિ મેસેજ છે. ડેટા ડાઉનલોડ કરવા પર 10 કેબી માટે 4 પૈસા ચુકવવા પડશે. આ રીતે એક એમબી માટે તમારે 4 રૂપિયા ચુકવવા પડશે.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!