GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આમ જ ખોટ કરતી રહેશે તો વોડાફોન આઈડિયા લાંબુ નહિ ટકી શકે, વર્ષ 2019-20માં વિક્રમી 73,878 કરોડની ખોટ

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર બાકી રકમની જોગવાઇ કર્યા પછી માર્ચ, ૨૦૨૦માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ દરમિયાન તેની ચોખ્ખી ખોટ વધીને ૭૩,૮૭૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે તેમ દેશની ત્રીજી સૌૈથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. કોઇ પણ ભારતીય કંપનીને અત્યાર સુધી થયેલુ આ સૌથી મોટું નુકસાન છે. પરિણામ જાહેર થયા પછી કંપનીના શેરના ભાવમાં પાંચ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે વોડાફોન આઇડિયાને ટેલિકોમ વિભાગને ૫૧,૪૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે. કંપનીએ જણાવ્યું છે કે આ નુકસાન થયા પછી કંપનીની કામગીરી ચાલુ રહેવા સામે અનેક પ્રશ્રો ઉભા થયા છે.

વોડાફોન આઇડિયાએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ માર્ચમાં પૂર્ણ થતા ચોથા કવાર્ટરમાં કંપનીને ૧૧,૬૪૩ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઇ છે. ગયા સમાન ગાળામાં કંપનીને ૪૮૮૧ કરોડ રૂપિયાની ખોટ ગઇ હતી. જ્યારે નાણાકીય ૨૦૧૯-૨૦ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના કવાર્ટરમાં કંપનીને ૬૪૩૮ કરોડ રૂપિયાની ખોટ થઇ હતી.

કંપનીના જણાવ્યા અનુસાર માર્ચ કવાર્ટરમાં કંપનીની આવક ૧૧૭૫૪ કરોડ રૂપિયા રહી છે. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક ૪૪,૯૫૭ કરોડ રૂપિયા રહી હતી. જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૩૭૦૯૨ કરોડ રૂપિયા રહી હતી.

જુલાઇના ત્રીજા સપ્તાહમાં એજીઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર વોડાફોન આઇડિયાને એજીઆર પેટે ૫૮,૨૫૪ કરોડ રૂપિયા ચુકવવાના છે. જો કે વોડાફોનના જણાવ્યા અનુસાર તેમને એજીઆર પેટે ૪૬,૦૦૦ કરોડ રૂપિયા જ ચુકવવાના થાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કંપનીને ૧૪૬૦૩ કરોડ રૂપિયાની ખોટ થઇ હતી.

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!