GSTV
Home » News » Vodafone Idea લૉન્ચ કરશે પોતાની મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ, JioSaavnને મળશે ટક્કર

Vodafone Idea લૉન્ચ કરશે પોતાની મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ, JioSaavnને મળશે ટક્કર

ટેલીકોમ કંપનીઓ વધતા સ્પર્ધાત્મક યુગમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે યૂઝર્સ માટે નવી-નવી સેવાઓને લૉન્ચ કરતી રહે છે. જેનુ સૌથી મોટું કારણ છે કે કોઈ પણ ટેલિકૉમ કંપની સેવાઓના ઘટાડાથી પોતાના સબ્સક્રાઈબરને ગુમાવવા માંગતા નથી. આ અનુસંધાનમાં વોડાફોન આઈડિયાએ પોતાની સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે.

મિન્ટની એક રીપોર્ટ મુજબ Reliance Jioના JioSaavn અને Airtelના Wynk Musicને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની Vodafone Idea ટૂંક સમયમાં પોતાનુ મ્યૂઝીક સ્ટ્રીમિંગ એપ લૉન્ચ કરી શકે છે.

નવા એપના લૉન્ચિંગની સાથે જ કંપની વર્તમાન Idea Music એપને બંધ કરી દેશે. વોડાફોન આઈડિયાના સીઈઓ બાલેશ શર્માએ કહ્યું, ‘અમે લોકો આઈડિયા મ્યૂઝિક એપને બંધ કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં અમે એક નવા મ્યૂઝિક સ્ટ્રીમિંગ સર્વિસ લઇને આવવાના છે, જે યૂઝર્સને બેસ્ટ-ઈન-ક્લાસ મ્યૂઝિક તૈયાર કરાવશે. અમે તમને આ અંગે જણાવતા રહીશું. પરંતુ અત્યારે અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે મ્યૂઝીક અને તેના માટે અમે પાર્ટનરશિપ દ્વારા કામ કરવાના છે.’

એરટેલના વિન્ક મ્યૂઝીકની પાસે અત્યારે કુલ 10 કરોડ યૂઝર છે. તો જિયોસાવન એપ દક્ષિણ એશિયાનુ સૌથી મોટું સ્ટ્રીમિંગ, એન્ટરટેનમેન્ટ અને આર્ટિસ્ટ પ્લેટફોર્મ છે. એવામાં વોડાફોન આઈડિયાની પોતાની મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ દ્વારા પ્રયત્નો રહેશે કે તેઓ યૂઝર્સને એરટેલ અને જિયોથી સારી સર્વિસ તૈયાર કરાવશે.

READ ALSO

Related posts

હજી પણ તમે બચાવી શકો છો Income Tax, બસ ભરવું પડશે આ નાનું પગલું

Mansi Patel

રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં ખૂંખાર દિપડો પીંજરામાં ક્યાંય ન દેખાતા તંત્રએ ઝૂ કર્યું બંધ

Mayur

મારી ના ના છતાં પણ પડોશમાં રહેતી પરિણીતાએ મારી સાથે બાંધી લીધા શારીરિક સંબંધો, હવે મને છે આ ડર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!