વોડાફોન આઇડિયાએ Hoichoiની સાથે કરી ભાગીદારી, ગ્રાહકોને મળશે ફ્રીમાં સબ્સક્રિપ્શન

વોડાફોન આઇડિયા લિમિટેડે બાંગ્લામાં મનોરંજન સેવા પ્રદાતા હોઈચોઈની સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી વોડાફોન આઇડિયાના ગ્રાહકોને હોઈચોઈ એક્સક્લૂઝીવ ડિજિટલ કન્ટેન્ટનો શાનદાર અનુભવ પ્રદાન કરશે. વોડાફોન અને આઇડિયા બંનેના ગ્રાહકો અનુક્રમે વોડાફોન પ્લે અને આઇડિયા મૂવીઝ એન્ડ ટીવી એપ પર આ કન્ટેન્ટનો આનંદ લઇ શકશો.

હોઈચોઈની સાથે વોડાફોન આઇડિયાની ભાગીદારી હેઠળ ગ્રાહકોને ઓરિજનલ કન્ટેન્ટ જેવા ઓરિજનલ શો અને મૂવીઝ તથા હાલમાં આગામી એક વર્ષ માટે જાહેરાત કરવામાં આવી. 30 ઓરિજનલ શો અને 12 ઓરિજનલ મૂવીઝ સામેલ છે. કેટલાંક લોકપ્રિય શોમાં હિન્દી અને તમિલમાં ડબ કરેલા શો જેવા બ્યોમકેશ, હેલો, કાર્ટૂન, ડુપુર થકુરપુ અને ચરિત્રહીન સામેલ છે.

આ પ્રસંગે વોડાફોન આઇડિયાના ચીફ માર્કેટિંગ ઑફિસર, શશિ શંકરે કહ્યું, “અમે હંમેશા ગ્રાહકોના મનોરંજનને અનૂકૂળ કરવા માટે પ્રયાસરત રહ્યાં છે અને તેને સારું કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવતા રહ્યાં છે. આ ભાગીદારી ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ સેવાઓ તૈયાર કરાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આજે સ્થાનિક ભાષાના કન્ટેન્ટ ઈન્ટરનેટ પર લોકોને ખૂબ લલચાવી રહ્યાં છે.”

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં વોડાફોને પોતાના ગ્રાહકોને ભેટ આપતા મોટું નિવેદન આપ્યું છે. વોડાફોન પોતાના પોસ્ટપેડ ગ્રાહકોને રેન્ટલ પર 2400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ઑફર વોડાફોનના બધા પ્લાનની સાથે મળી રહી છે, જોકે, વોડાફોનની આ નવી ઑફરની મુશ્કેલી એ છે કે તેમાં આ ડિસ્કાઉન્ટ 12 મહિનાના પ્લાનની સાથે મળી રહ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter