GSTV
Home » News » Vodafoneની ગ્રાહકોને મોટી ભેટ, આ પ્લાન પર મળશે 2400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Vodafoneની ગ્રાહકોને મોટી ભેટ, આ પ્લાન પર મળશે 2400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

વોડાફોને પોતાના ગ્રાહકોને ભેટ આપતા મોટી જાહેરાત કરી છે. વોડાફોન પોતાના પોસ્ટપેડ ગ્રાહકોને ભાડા પર 2400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ઑફર વોડાફોનના બધા પ્લાનની સાથે મળી રહી છે, જોકે, વોડાફોનના આ નવા ઑફરનો વાંધો છે કે તેમાં આ ડિસ્કાઉન્ટ 12 મહિનાના પ્લાનની સાથે મળી રહ્યો છે.

આમ તો વોડાફોનની પાસે આ પ્લાન પહેલાથી જ છે, પરંતુ આઇડિયાની સાથે મર્જર બાદ વોડાફોન-આઇડિયાના આ પ્લાનને ફરીથી જાહેર કરવામાં આવ્યો છે, જેથી આઇડિયાના પોસ્ટપેડ યૂઝર્સની સંખ્યામાં વધારો થાય. જેના માટે આઇડિયાએ સિટી બેંકની સાથે ભાગીદારી કરી છે, જે હેઠળ ગ્રાહકોને 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે, જોકે, 50 ટકા ડિસ્કાઉન્ટ ફક્ત એવા લોકોને મળશે, જે સિટી બેંકના નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે.

એવામાં ગ્રાહકોને દર મહિને 200 રૂપિયાનું કેશબેક અને વર્ષમાં 2400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અહીં તમને જણાવવાનું કે વોડાફોન રેડ પોસ્ટપેડ પ્લાનની શરૂઆત 299 રૂપિયા અને આઇડિયાના નિર્વાના પોસ્ટપેડ પ્લાનની શરૂઆત 399 રૂપિયા છે. વોડાફોન-આઇડિયાએ આ પ્લાન માટે કેટલીક શરતો પણ રાખી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ઑફર માટે તમારે સીટી બેંકનું ક્રેડિટ કાર્ડ લેવુ પડશે અને 60 દિવસની અંદ 4000 રૂપિયા પણ ખર્ચ કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં વોડાફોને 189 રૂપિયાનો એક પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો હતો, જેમાં તમને કૉલિંગ અને ડેટા બંને ફાયદા મળશે. વોડાફોનના 189 રૂપિયાવાળા પ્રી-પેડ પ્લાનમાં દરરોજ 250 મિનિટ અને અઠવાડિયામાં 1000 મિનિટ કૉલિંગ પણ થઇ શકશે. આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે.

READ ALSO

Related posts

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરો છો તો ચેતજો, નહિંતર RTOની આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

Riyaz Parmar

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah

કુડા સામૂહિક હત્યાકાંડ : ઈજાગ્રસ્ત કરશન પટેલનું હોસ્પિટલમાં નિધન, હવે પોલીસ તપાસ દિશાવિહીન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!