GSTV

vodafoen-Idea જો નાદારી નોંધાવી તો, ભારતની અર્થવ્યવસ્થા પર થશે આ અસર

કેન્દ્ર સરકારના AGR ની ચૂકવણીને લઈને સુપ્રીમ કોર્ટ પાસેથી સમય ન મળતા હવે વોડાફોન-આઈડિયાના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. સરકારના ટેલિકોમ વિભાગના જણાવ્યા પ્રમાણે કંપની પર 53 હજાર કરોડનુ દેવુ છે. જ્યારે કે, કંપનીએ કહ્યુ છે કે, તેના પર 18 હજારથી 23 હજાર કરોડ રૂપિયાનું દેવુ જ બાકી છે. સુપ્રીમ કોર્ટના દબાવ બાદ હવે એક ચર્ચા થઈ રહી છે કે, વોડાફઓન-આઈડિયાના ઓપરેશન બંધ કરવાની છે. જો આ પ્રકારનું બન્યુ તો, ખુદ કંપની ટેલિકોમ સ્કેટર માટે જે નહી, પરંતુ ભારતની અર્થવ્યવસ્થા માટે ઘાતક સાબિત થશે.

NPA સાથે ઝઝૂમી રહેલા બેન્કનું સંકટ વધુ આગળ વધશે

કંપનીના બંધ થવા પર પહેલા જ NPAના સંકટથી ઝઝૂમી રહેલી દેશની બેન્કોને એક વધુ જોરદારનો ઝટકો લાગી શકે છે. વોડાફોન-આઈડિયા પર બેન્કનું 25 હજાર કરોડ રૂપિયાનું દેવુ છે. તેવામાં જો કંપની ડૂબી ગઈ તો, બેન્કની આ રકમ પણ ફસાઈ શકે છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસેઝની રિપોર્ટ પ્રમાણે કુલ 1.2 કરોડ રૂપિયાના કરજમાં ડૂબેલી કંપની બંધ થવાથી રોજગાર પર સંકટ ઘેરાશે.

સીધી રીતે બેરોજગાર થશે 13,500 લોકો

વોડાફોન-આઈડિયાએ હાલમાં ભારતમાં પ્રત્યક્ષ રીતે 13,500 કર્મચારી છે. તે સિવાય તમામ વેન્ડર અને અપ્રત્યક્ષ તરીકે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. જેનુ રોજગાર પર કંપની બંધ હોવાથી સંકટ થશે. પહેલાથી જ રોજગારની ખામીના પ્રશ્નોથી ઝઝૂમી રહેલી સરકાર માટે પણ આ મોટી સમસ્યા હશે.

જીતીને પણ હારી જશે સરકાર

ભલે સરકાર AGRના કેસ પર સુપ્રીમ કોર્ટમાં વોડાફોન-આઈડિયાની વિરુદ્ધ પોતાની લડાઈ જીતતી જોવા મળી રહી છે, પરંતુ આ જીત પણ હારની બરોબર જ છે. વોડાફોન આઈડિયા જો પોતાના ઓપરેશનને સમેટી લેશે તો, અર્થવ્યવસ્થા પર જે અસર થશે અને રોજગારનુ જે સીધુ સંકટ ઊભુ થશે, તે સરકાર માટે ચિંતાનો વિષય બનશે.

READ ALSO

Related posts

કોરોના સામે જંગ લડવા સાઉથની આ સુપરસ્ટારે આપ્યું લાખોનું દાન

Nilesh Jethva

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!