વોડાફોન-આઇડિયા (Vodafone-Idea)યુઝર્સને કંપનીએ મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાના સૌથી વધુ પોપ્યુલર પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. Viએ 598 રૂપિયા અને 749 રૂપિયા વાળા ફેમિલી પોસ્ટપેડ પ્લાનની કિંમત 50 રૂપિયા સુધી વધારી દીધી છે. આ નવા ટેરિફ તે તમામ સર્કલોમાં લાગુ છે જ્યાં વોડાફોન-આઇડિયા રેડ ફેમિલી પ્લાન ઑફર કરવામાં આવે છે. આ બંને પ્લાન્સમાં કંપની શાનદાર ઑફર આપે છે. ચાલો તમને જણાવીએ આ ઑફર વિશે.

આ છે પ્લાન્સની કિંમત
એક રિપોર્ટ અનુસાર, Viના ફેમિલી પ્લાનની કિંમત 598 રૂપિયા હતી, જે હવે 649 રૂપિયા થઇ ગઇ છે. આ જ રીતે કંપનીએ 749 રૂપિયા વાળા રેડ ફેમિલી પ્લાનની પ્રાઇસ પણ 799 રૂપિયા કરી દીધી છે. જે પણ સર્કલ્સમાં Viના આ પ્લાન એક્ટિવ હતા ત્યાં તેની કિંમતો પર અસર પડશે.


649 રૂપિયા વાળા પ્લાનની ઑફર્સ
Viના 649 રૂપિયા વાળા રેડ ફેમિલી પ્લાનમાં કસ્ટમર્સને 80GB ડેટા આપવામાં આવે છે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને એક મહિના માટે 100SMS આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં 80GB ડેટાના બે ભાગોમાં કેટેગરાઇઝ કરવામાં આવ્યા છે. પ્રાઇમરી કનેક્શન 50GB ડેટા અને સેકેન્ડરી કનેક્શન 30GB ડેટા યુઝ કરી શકો છો.

799 રૂપિયા વાળા પ્લાનની ઑફર્સ
સાથે જ Viના 749 રૂપિયા વાળા રેડ ફેમિલી પ્લાનમાં કસ્ટમર્સને 120 GB ડેટા આપવામાં આવે છે. તેમાં ત્રણ કનેક્શનની સુવિધા છે. પ્રાઇમરી કનેક્શન 60GB ડેટા અને બાકી બે સેકેન્ડરી કનેક્શન 30-30GB ડેટા યુઝ કરી શકે છે. સાથે જ આ પ્લાનમાં તમામ નેટવર્ક પણ અનલિમિટેડ કૉલિંગ અને એક મહિના માટે 100 SMS આપવામાં આવે છે. બંને પ્લાનમાં Amazon Prime, Zee5, અને Vi Movies & TV નું એક વર્ષનું ફ્રી સબ્સ્ક્રીપ્શન સામેલ છે.