GSTV

AGRને કારણે જો આ ટેલિકોમ કંપની ડૂબી, તો જઈ શકે છે 10,000થી વધુ લોકોની નોકરી

વોડાફોન-આઈડિયાને એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR)ની બાકી ચૂકવણી ન ચૂકાવી શકવાને કારણે જો ભારતમાં પોતાનો કારોબાર બંધ કરવો પડ્યો તો 10 હજાર લોકોની નોકરીઓ જઈ શકે છે. કંપનીનાં વકીલ મુકુલ રોહતગીએ આ વાતની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છેકે, વોડાફોન-આઈડિયાએ સોમવારે 2500 કરોડ રૂપિયાનું AGRની બાકી ચૂકવણી કરી છે. કંપનીએ સુપ્રિમ કોર્ટથી આ અપીલ કરી છેકે, ટેલિકોમ વિભાગે તેની સામે બેંક ગેરંટી જપ્ત કરવા જેવી કાર્યવાહી ન કરે, કારણકે તેનાંથી કંપનીનાં કામકાજને વધુ નુકસાન થઈ શકે છે. મુકુલ રોહતગીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને કહ્યુ હતુકે, જો વોડાફોન-આઈડિયાને ભારતમાં પોતાનો કારોબાર બંધ કરવો પડ્યો તો 10 હજાર લોકો બેરોજગાર બનશે અને તેના 30 કરોડ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ખતમ થઈ જશે સ્પર્ધા

તેમણે કહ્યું કે આનાથી સમગ્ર ટેલિકોમ ક્ષેત્ર પર ખૂબ વિપરીત અસર પડશે. આ પ્રતિસ્પર્ધાને સંપૂર્ણપણે ખતમ કરી દેશે અને બજારમાં ફક્ત બે કંપનીઓ જ ટકી રહેશે. રોહતગીએ કહ્યું કે, વોડાફોન-આઇડિયાનું બાકી માત્ર 7,000 કરોડ રૂપિયા છે અને વ્યાજ, દંડ, દંડ પર વ્યાજ વગેરે ઉમેર્યા પછી, કુલ રકમ.23,000 થી 25,000 કરોડ રૂપિયા થાય છે.

ટેલિકોમ કંપનીઓએ કેટલી કરી ચૂકવણી

વોડાફોન-આઇડિયાએ સોમવારે 2500 કરોડ રૂપિયાના એજીઆર બાકી જમા કરાવ્યા છે. ભારતી એરટેલે એજીઆર તરીકે ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગને 10,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ટેલિકોમ કંપનીએ ભારતી એરટેલ, ભારતી હેક્સાકોમ અને ટેલિનોર વતી આ ચુકવણી કરી છે. ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગને કંપનીએ મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કંપની કુલ એજીઆર પેમેન્ટની આકારણી કરી રહી છે અને બાકી ચૂકવણી આકારણી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ ટેલિકોમ કંપનીઓએ લગભગ 1.47 લાખ કરોડ રૂપિયા ટેલિકમ્યુનિકેશન્સ વિભાગને ચૂકવવાના છે.

READ ALSO

Related posts

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!