GSTV

જિયો અને એરટેલને ઝટકો આપવા માટે Vodafone-Ideaએ ઘડી ખાસ રણનીતિ, 2G ગ્રાહકોને નહીં થાય ફાયદો

વોડાફોન-આઇડિયા (Vodafone-Idea)એ નવી કેટેગરીમાં આવ્યા બાદ નવી વ્યૂહરચનાઓ પણ શરૂ કરી દીધી છે. રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલ (Airtel) સાથે સ્પર્ધા માટે તેણે ખાસ તૈયારીઓ કરી છે. વોડાફોન આઈડિયા લિ. (VIL)એ મહત્વપૂર્ણ માર્કેટમાં તેના 3G ગ્રાહકોને 4G નેટવર્ક પર ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે.

સેવાઓ આપવાનું યથાવત્ રાખશે

વોડાફોન-આઇડિયાએ જણાવ્યું કે, કંપની તેના 2G ગ્રાહકોને 4G પર ટ્રાન્સફર કરવાની કામગીરીમાં શ્રેષ્ઠ સ્થિતિમાં છે, પરંતુ 2G ગ્રાહકોને મૂળભૂત વોઇસ આધારિત સેવાઓ આપવાનું યથાવત્ રાખશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 2G ગ્રાહકોને બેઝિક વોઇસ સેવાઓ ચાલુ રહેશે, પરંતુ 3G ડેટાનો ઉપયોગ કરનારા ગ્રાહકોને માર્કેટમાં તબક્કાવાર રીતે 4G પર ટ્રાન્સફર કરવામાં આવશે. વોડાફોન આઈડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રવિન્દર ટક્કરે કહ્યું કે, દેશમાં અમારી પાસે સૌથી વધુ સ્પેક્ટ્રમ છે, જેમાંથી મોટાભાગનું સ્પેક્ટ્રમને અગાઉથી જ 4G (રિ-ફાર્મ્ડ) કરી દેવાયું છે.

કુલ મોબાઇલ ગ્રાહકો 30.5 કરોડ હતા

આવી સ્થિતિમાં વીઆઇએલ તેના 2G અને 3G ગ્રાહકોને 4G સેવાઓ પર વધુ ઝડપે ટ્રાન્સફર કરવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “અમારું એકીકરણ પૂર્ણ થયું છે. અમે અમારી 4G સેવાનો વ્યાપ એક અબજ ભારતીયની વસ્તી સુધી વિસ્તૃત કરી દીધો છે. હવે ગ્રાહકો દેશભરમાં હાઇ સ્પીડ ડેટા સેવાઓનો લાભ મેળવી શકે છે.” જૂનના અંતમાં કંપનીના કુલ મોબાઇલ ગ્રાહકો 30.5 કરોડ હતા, જેમાંથી તેના નેટવર્ક પર 11.6 કરોડ મોબાઇલ બ્રોડબેંક ગ્રાહક છે, તેમાંથી 10.4 કરોડ 4G ગ્રાહકો છે અને બાકીના 3G નેટવર્ક પર છે. વીઆઈએલે કહ્યું કે, વોડાફોન અને આઇડિયાના નેટવર્કને આધુનિક ટેકનિલોજી સાથે એકીકૃત કરવાથી તેની 4G ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

READ ALSO

Related posts

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

pratik shah

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Karan

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!