GSTV
Home » News » Vodafone- Ideaના ગ્રાહકો માટે જોરદાર ઓફર, 50 ટકા બિલ થઈ જશે માફ

Vodafone- Ideaના ગ્રાહકો માટે જોરદાર ઓફર, 50 ટકા બિલ થઈ જશે માફ

વોડાફોન આઈડિયાએ જાહેરાત કરી છે કે તેણે પોતાના પોસ્ટપેડ ગ્રાહકોને માસિક મોબાઈલ બિલમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવા માટે સિટિબેંક સાથે પાર્ટનરશિપ કરી છે. બંને ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયાના પોસ્ટપેડ ગ્રાહક સિટિબેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી આ ડિસ્કાઉન્ટ ઑફરનો લાભ ઉઠાવી શકે છે.

કંપની દ્વારા જાહેર કરાયેલી જાહેરાત મુજબ, એક ગ્રાહકને પહેલા સિટિબેંકના ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી પડશે. જ્યારે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવે તો પ્રથમ 60 દિવસોની અંદર લઘુત્તમ 4000 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ શરતને પૂર્ણ કર્યા બાદ ગ્રાહક વોડાફોન રેડ અને આઈડિયા નિર્વાણ પોસ્ટપેડ પ્લાન જેની કિંમત 399 રૂપિયાથી વધુ છે, પણ 50 ટકા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકે છે.

આ ઑફર હેઠળ ગ્રાહકોને એક વર્ષ સુધી દરેક માસિક બિલમાં 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અથવા એમ કહીએ તો એક વર્ષમાં 2400 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળશે. જો તમારો પ્લાન વધારે કિંમતવાળો છે, તેમ છતાં તમને 200 રૂપિયાનું જ ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહક સિટિબેંકનુ ક્રેડિટ કાર્ડ લેવા માટે માઈ વોડાફોન અથવા માઈ આઈડિયા એપ દ્વારા એપ્લાઈ કરી શકે છે. ગ્રાહક વોડાફોન અને આઈડિયા સેલ્યુલરની વેબસાઈટ પર જઈ ક્રેડિટ કાર્ડ માટે એપ્લાઈ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે હાલમાં જ પોતાના બિઝનેસને મર્જ કરી ટેલિકૉમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ કરી દીધુ છે. નવી કંપની પોતાના જૂના  ગ્રાહકોને સાથે રાખવા અને તેમને પહેલા જેવો અનુભવ કરાવવા માટેના દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. આ સાથે જ નવા ગ્રાહકોને જોડવાના પ્રયત્નમાં પણ છે. આમ જોઈએ તો આ ઑફર ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે છે.

Related posts

VIDEO : ગાયતોંડે અને બંટીના રોલમાં એટલી બધી ગાળો હતી કે છેલ્લે પંકજ ત્રિપાઠીએ બાબા બનવાનું જ પસંદ કર્યું

Arohi

સેફ અલી ખાન સાથે આ રીતે મસ્તી કરતો જોવા મળ્યો તૈમૂર, લોકો સ્માઈલ પર થયા દિવાના

Arohi

જોફ્રા આર્ચરની 148 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આવેલી બોલ સ્મિથના ગળામાં વાગી અને…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!