GSTV
Gujarat Government Advertisement

Vodafone Ideaને મળશે નવી લાઈફલાઈન, આ દિગજ્જ કંપનીઓ કરવા જઈ રહી છે 400 કરોડ ડોલરનું રોકાણ

Vodafone Idea

Last Updated on September 4, 2020 by pratik shah

અમેરિકાની સૌથી મોટી ટેલીકોમ કંપની વેરિજોન કમ્યુનિકેશન્સ (Verizon Communications) અને ઈ-કોમર્સ કંપની એમેઝોન સંકટ સાથે જોડાઈ રહી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea)માં મોટુ રોકાણ કરવાની તૈયારીમાં છે. આ બન્ને અમેરિકી કંપનીઓ વોડાફોન આઈડિયામાં ભાગીદારીની યોજના બનાવી રહી છે અને તેના માટે કંપની સાથે વાતચીત ચાલી રહી છે. જો આ ડીલ થઈ જાય છે તો ભારતમાં વોડાફોન આઈડિયાને એક નવી લાઈફલાઈન મળશે.

રિપોર્ટ અનુસાર, વેરિઝોન કમ્યુનિકેશન્સ અને એમેઝોન Vodafone Ideaમાં 4 બિલિયન એટલે કે 400 કરોડ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે. મિંટની ખબર અનુસાર, આ રોકાણ બાદ Vodafone Ideaમાં વેરિઝોન અને એમેઝોનનો શેર લગભગ 10% થઈ ગયા. આ બન્ને અમેરિકી કંપનીઓ ઘણા સમયથી Vodafone Ideaમાં ભાગીદારી વિશે વિચારી રહી હતી. પરંતુ એડીઆર વિવાદના કારણે વાતચીત રોકાઈ ગઈ હતી.

Vodafone Idea

AGR ચુકવણી બાદ ફરી ભાગીદારીના સંબંધમાં વાતચીત શરૂ

પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા AGR ચુકવણી માટે 10 વર્ષનો સમય આપ્યા બાદ આ કંપનીઓએ ફરી Vodafone Idea સાથે ભાગીદારીના સંબંધમાં વાતચીત શરૂ કરી દીધી છે. જોકે આ સંબંધમાં હાલમાં કોઈ પણ કંપની તરફથી કોઈ પણ ઓફિશ્યલ નિવેદન સામે નથી આવ્યું.

Vodafone Idea

Vodafone Idea ને ચુકવવાના છે 50,400 કરોડ રૂપિયા

ભારતમાં ટેલીકોમ કંપનીઓ  પર કુલ એક લાખ 40 હજાર કરોડ રૂપિયા AGR બાકી છે. જેમાં Vodafone Ideaને 50,400 કરોડ રૂપિયા ચુકવવાને છે. કંપનીએ આત્યાર સુધી AGRના રૂપમાં 7,854 કરોડ રૂપિયા ચુકવ્યા છે. કંપનીને નાણાંકીય વર્ષ 2020-21ના ફર્સ્ટ ક્વોટરમાં 25,460 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ત્યા બાદથી જ કંપની પૈસા એકઠા કરવાનો પ્રયત્ન કરી રહી છે.

Vodafone Idea

Vodafone Ideaની બોર્ડ મિટિંગ 4 સપ્ટેમ્બરે થશે

ફંડરેજીંગના પ્રસ્તાવો પર વિચાર માટે કંપનીની બોર્ડ મિટિંગ 4 સપ્ટેમ્બરે થશે. આ પહેલા એવી ખબર પણ આવી હતી કે Vodafone Ideaમાં ગુગલ (Google) 5% ભાગીદારી ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. જોકે ગુગલે Vodafone Ideaના બદલે હરીફ કંપની જીયો પ્લેટફોર્મમાં 4.5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું. આ પહેલા વેરિઝોન કમ્યુનિકેશન્સે ભારતીય એરટેલમાં રોકાણ કર્યુ હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!