GSTV

સુપર નેટ / Vodafone Idea એ ગાંધીનગર અને પુણેમાં કર્યું 5G ટ્રાયલ, સ્પીડ જોઈ નહીં થાય વિશ્વાસ

5G

Last Updated on November 28, 2021 by GSTV Web Desk

Vi (Vodafone Idea) એ 26 નવેમ્બરના રોજ 5G નું ટ્રાયલ કર્યું. કંપનીના આ 5G ટ્રાયલમાં આશ્ચર્યજનક સ્પીડ મળી. આ ટ્રાયલ પુણે (મહારાષ્ટ્ર) અને ગાંધીનગર (ગુજરાત)માં કરવામાં આવી હતી.

5G

5G ટ્રાયલ એંટરપ્રાઇઝીસ અને ભારતના કન્ઝ્યૂમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. તેના માટે વોડાફોન આઈડિયાએ હાર્ડવેર કંપનીઓ એરિક્સન અને નોકિયા ઉપરાંત એલ એન્ડ ટી સ્માર્ટ વર્લ્ડ એન્ડ કોમ્યુનિકેશન, એથોનેટ અને ભારતીય સ્ટાર્ટઅપ્સ જેમ કે વિઝબી અને ટ્વિક લેબ્સ સાથે પાર્ટનરશીપ કરી હતી.

5G ટ્રાયલ માટે Vi ને 26GHz અને 3.5GHz સ્પેક્ટ્રમ mmWave બેન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવ્યા છે. આ ટ્રાયલમાં કંપનીને 3.5GHz પર 1.5Gbpsની સ્પીડ મળી છે.

ઉપરાંત 6GHz પર 4.2Gbps અને 9.8Gbpsની સ્પીડ of E- બેન્ડ્સના backhaul પર મળી હતી. પુણેમાં આ ટેસ્ટિંગ માટે Vi એ ક્લાઉડ નેટિવ ટેક્નોલોજી પર બેઝ્ડ Ericsson Radios અને Ericsson Dual Mode Core નો ઉપયોગ કર્યો.

5G

અહીં સુધી કે પુણેમાં ડેમોન્સ્ટેશન માટે Ericsson દ્વારા ડેવલોપ કરેલા 5G ટેક સોલ્યુશનનો જ ઉપયોગ કર્યો. ગાંધીનગરમાં કંપનીએ 5G ટ્રાયલ માટે નોકિયાના એરસ્કેલ રેડિયો પોર્ટફોલિયો અને Microwave E-બેન્ડ સોલ્યુશનનો ઉપયોગ કર્યો હતો.

તાજેતરમાં કંપનીએ તેના જૂના પ્રીપેડ પ્લાનને મોંઘા કર્યા છે. કંપનીનો બેઝ પ્લાન હવે 99 રૂપિયાથી શરૂ થાય છે. એરટેલના પ્લાન પણ 26 નવેમ્બરથી મોંઘા થઈ ગયા છે.

Read Also

Related posts

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk

ગંભીર આડઅસર / ઓમીક્રોન શરીરના આ ભાગને બનાવે છે નબળો, જાણો શું કહે છે તજજ્ઞો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!