GSTV
Home » News » Vodafone Idea, Bharati Airtel અને Jioના પ્લાન મોંઘા થવાથી કંપની ગ્રાહકોને આપી શકે ફાયદો

Vodafone Idea, Bharati Airtel અને Jioના પ્લાન મોંઘા થવાથી કંપની ગ્રાહકોને આપી શકે ફાયદો

વોડાફોન, આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જીયોએ ટેરિફ હાઈક દ્વારા ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. એરટેલના પ્રીપેડ ગ્રાહકો હવે અનલિમીટેડ ફ્રી કોલિંગ કરી શકશે નહી. જોકે, પોસ્ટપેડ ગ્રાહકો માટે આ સર્વિસ હજી પણ ચાલુ છે. વાત કરીએ વોડાફોન આઈડિયા અને જીયોની તો આ ત્રણ કંપનીઓએ પણ ટેરિફ રેટ્સને લાગુ કર્યા છે. કુલ મળીને ટેરિફ હાઈકથી ટેલિકોમ કંપનીઓની સેવાઓ 40 ટકા મોંઘી થઈ ગઈ છે.

નવા દરો પર મળતી સર્વિસની સીધી અસર ગ્રાહકોનાં ખીસ્સા પર પડે છે. ઘણા ગ્રાહકોમાં નવા દરોને લઈને રોષ દેખાઈ રહ્યો છે. જોકે, સર્વિસ મોંઘી થવી એ ગ્રાહકો માટે ફાયદાકારક પણ છે. લાંબા સમયની અવધિ માટે જોઈએ તો એવું કહેવું ખોટું નથી.

વાસ્તવમાં સુપ્રિમ કોર્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (ડીઓટી)નાં દબાણ બાદ કંપનીઓ દબાણમાં છે. કંપનોને એજીઆર (એડજસ્ટેબલ ગ્રોસ રેવન્યૂ) મુદ્દા પર કેન્દ્રને લગભગ 92,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. એવામાં આ દબાણને ઘટાડવા માટે દરોમાં વધારો કરવો ગ્રાહકો માટે ફાયદાકારક જ રહેશે. હવે સવાલ ઉઠે છે કે ગ્રાહકો માટે કેવી રીતે ફાયદાકારક રહેશે?

એવું એટલા માટે કારણકે ટેરિફ રેટમાં વધારાથી કંપનીઓ જલ્દી અને સરળતાથી ચૂકવણી કરવામાં સફળ રહેશે. ત્યારબાદ ગ્રાહક સેવાઓ માટે જે પણ રકમ ખર્ચ કરશે તેનાંથી કંપનીઓ નેટવર્ક અને સર્વિસને વધુ સારી બનાવી શકશે.

READ ALSO

Related posts

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!