GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

જો તમારી પાસે હશે આ કંપનીનું સીમ તો મળશે ડબલ ડેટા ફ્રી

વોડાફોન ભારતમાં પોતાના પોપ્યુલર પ્રીપેડ પેક પર ડબલ ડેટા બેનિફિટ લઈને આવ્યો છે. કંપની 199 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન પર યુઝર્સ રોજ એક્સ્ટ્રા 1.5 જીબી ડેટા અને 399 વાળા પ્લાન પર 1 જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહ્યો છે. જોકે આ બેનિફિટ કેટલાક ગણતરીના જ સર્કલમાં છે અને થોડા સમય માટે જ મળશે.

વોડાફોન દ્વારા 199 રૂપિયાના એન્ટ્રી લેવલ પ્રીપેડ પ્લાનમાં અત્યારસુધી 1.5જીબી ડેટા રોજ આપવામાં આવશે. એ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ, રોજ 100SMS પણ અને રોજ 1.5જીબી ડેટા આપવામાં આવશે, પરંતુ હવે આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર હેઠળ રોજ 3જીબી ડેટામાં 28 દિવસની વેલિડિટી સાથે આપવામાં આવશે. એટલે કે ગ્રાહકોને કુલ 84જીબી ડેટાનો ફોયદો મળશે. ત્યારે બીજી બાજુ વોડાફોન 399 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 84 દિવસ માટે રોજ 1જીબી ડેટા આપશે. જોકે આ પ્રીપેડ પ્લાન દરમિયાન ગ્રાહકોને આ પ્લાનમાં રોજ 2જીબી ડેટા આપવામાં આવશે.

એટલે કે ગ્રાહકોને કુલ 168જીબી ડેટા આ પ્લાનમાં મળશે. સાથે જ 399 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજ 100SMSનો પણ લાભ મળશે. આ પ્લાનનો લાભ કેટલાક લોકોને જ મળશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મુંબઈના સર્કલમાં જ લાગુ કરવામાં આવશે. આંધ્રપ્રદેશ, તેલંગણા, ચેન્નાઈ, કેરલમાં પણ લાભ આપવામાં આવશે. ડબલ ડેટા બેનિફિટની વધારે જાણકારી માટે વેબસાઈટ અથવા માય વોડાફોન એપ પર જવાનું રહેશે અને જોવાનું રહેશે કે તમારા સર્કલમાં લાગુ છે કે નહીં.

તાજેતરમાં જ વોડાફોને 69 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને 250 MBનો 3જી/4જી ડેટા અને 100 એસએમએસનની સુવિધા પણ મળશે. વોડાફોને આ પ્લાન એરટેલ 65 રૂપિયાના પ્લાનના મુકાબલે બજારમાં ઉતાર્યો છે. એરટેલના 65 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. અને તેમાં 1 જીબી ડેટા સાથે અનલિમિડેટ કોલિંગની સુવિધા મળશે.

Read Also

Related posts

VIDEO: ટૉયલેટ સાફ કર્યા બાદ જાતે જ સેનેટાઈઝ થઈ જશે આ બ્રશ, નામ છે Goodpapa

Mansi Patel

સેમસંગના આ ફોલ્ડેબલ ફોનને કાલે અડધી કિંમતમાં ખરીદવાની છે તક, કેવી રીતે ખરીદશો

Mansi Patel

નવા લૂક સાથે FACEBOOKમાં આવ્યુ આ શાનદાર ફિચર્સ, આ રીતે કરો ઉપયોગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!