GSTV
Home » News » બદલાઇ ગયાં છે નિયમો, હવે સિમ કાર્ડ ચાલુ રાખવા માટે કરાવવું પડશે આટલા રૂપિયાનું રિચાર્જ

બદલાઇ ગયાં છે નિયમો, હવે સિમ કાર્ડ ચાલુ રાખવા માટે કરાવવું પડશે આટલા રૂપિયાનું રિચાર્જ

airtel 4g hotspot

ટેલિકોમ કંપનીઓના સસ્તા પ્લાનને જોઇને ગ્રાહકો પોતાનું કનેક્શન બીજા નેટવર્કમાં સ્વિચ કરી રહ્યાં છે. તેને ધ્યાનમાં લેતાં વોડાફોને પોતાના ગ્રાહકો માટે મિનિમમ રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે. વોડાફોન આઇડિયાએ પોતાના મિનિમમ રિચાર્જ પ્લાનને 20 રૂપિયા કરી દીધો છે. અગાઉ કંપનીએ કનેક્શનને એક્ટિવ રાખવા માટે મિનિમમ રિચાર્જ વેલ્યૂને 35 રૂપિયા નક્કી કરી હતી.

એક અહેવાલ અનુસાર કંપનીએ અગાઉ 35 રૂપિયાના પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 30 દિવસની વેલીડીટી મળતી હતી. પરંતુ 20 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસની વેલીડિટી મળશે. વોડાફોન-આઇડિયાના મિનિમમ રિચાર્જ પ્લાનમાં ફેરફાર બાદ યુઝર્સે પોતાનું સિમ ચાલુ રાખવા માટે 35 રૂપિયાના બદલે 20 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે.

299 રૂપિયાના પ્લાનમાં 70 દિવસની વેલીડીટી

વોડાફોને તાજેતરમાં જ 299 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લૉન્ચ કર્યો હતો. જેના અંતર્ગત યુઝર્સને 70 દિવસની વેલીડીટી સાથે 3 જીબી ડેટા અને એક હજાર SMS મળશે. આ પ્લાનમાં વેલિડીટી પિરિયડ દરમિયાન કોઇપણ નંબર પર યુઝર્સ અનલિમિટેડ એસટીડી અને લોકલ કૉલિંગની સુવિધા મળશે.

વોડાફોન પ્લે મોબાઈલ વેબસાઈટ

Vodafone Idea પોતાની પાસે ઓન-ડિમાંડ વીડિયો એપ્લિકેશન ‘વોડાફોન પ્લે’ છે. હવે તેનો કંટેન્ટ મોબાઇલ વેબસાઇટ દ્વારા મળશે. ટેલિકોમ ઓપરેટર તેના ગ્રાહકો માટે વોડાફોન પ્લે મોબાઇલ વેબસાઇટ શરૂ કરી છે. આના દ્વારા સબ્સ્ક્રાઇબર્સ મોબાઇલ ઇન્ટરનેટ બ્રાઉઝરથી ઓન-ડિમાન્ડ વિડિઓ એક્સેસ કરી શકશે. તેનો અર્થ એ છે કે ગ્રાહકોને હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.

વોડાફોન પ્લેમાં ઓટીટી કંટેન્ટ અને લાઇવ ટીવી ચેનલો એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા આપવામાં આવે છે. બાકીના ટેલિકોમ ઓપરેટર્સની જેમ વોડાફોન કન્ટેન્ટ લાઇબ્રેરીમાં બોલીવૂડ, હોલીવૂડ, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઓરિજનલ તેમજ મૂવીઝ, ટીવી શો, લાઇવ ટીવી, વેબ સિરીઝ અને ઘણી અન્ય વીડિયો કંટેન્ટ મળે છે.

Read Also

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!