GSTV
Home » News » Vodafoneએ રજૂ કર્યા બે ધાંસૂ પ્લાન,રોજ 3GB ડેટાની સાથે કરો અનલિમિટેડ કોલિંગ

Vodafoneએ રજૂ કર્યા બે ધાંસૂ પ્લાન,રોજ 3GB ડેટાની સાથે કરો અનલિમિટેડ કોલિંગ

ટેલિકોમ કંપની વોડાફોને પોતાના ગ્રાહકોને ફાયદો પહોંચાડવા માટે 558 અને 398 રૂપિયાનાં પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ બંને પ્લાન્સમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મળશે. તેના સિવાય કંપનીએ 19 રૂપિયાવાળા રિચાર્જ પેકને પણ નવી સુવિધાઓની સાથે માર્કેટમાં ઉતાર્યુ છે. ઉલ્લેખનીય છેકે, કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ટેરિફ પ્લાન્સ મોંઘા કર્યા હતા.

Vodafoneનો 558 રૂપિયાનો પ્લાન

ગ્રાહકોને આ પ્લાનમાં રોજનું 3જીબી ડેટા અને 100 એસએમએસની સુવિધા મળશે. સાથે જ યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. તેના સિવાય ગ્રાહકે ZEE5નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે. જેની કિંમત 999 રૂપિયા છે. તો સાથે જ આ રિચાર્જ પર 56 દિવસનો સમયગાળો મળશે. હાલમાં આ પ્લાન મધ્યપ્રદેશનાં સર્કલ પર ઉપલબ્ધ છે.

Vodafoneનો 398 રુપિયાનો પ્લાન

ગ્રાહકોને આ પ્લાનમાં રોજનું 3જીબી ડેટા અને 100 એસએમએસની સુવિધા મળશે. સાથે જ યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. આ પેકની સમયમર્યાદા 28 દિવસની રહેશે. હાલમાં આ પ્લાન મુંબઈ અને મધ્યપ્રદેશના સર્કલમાં ઉપલબ્ધ છે.

Vodafone-Ideaનો 219 રૂપિયાનો પ્લાન

વોડાફોન-આઈડિયાએ પોતાના ગ્રાહકો માટે 219 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. કંપની આ પ્લાનમાં ગ્રાહકોને દિવસદીઠ 1GB (કુલ 28GB ડેટા) ડેટા અને સાથે 100 એસએમએસ આપશે. સાથે જ યુઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપશે. આ પેકની અવધિ 28 દિવસોની છે.

Vodafone-Ideaનો 399 રૂપિયાનો પ્લાન

વોડાફોન-આઈડિયાએ પોતાના ગ્રાહકો માટે 399 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. કંપની આ પ્લાનમાં ગ્રાહકોને દિવસદીઠ 1.5 GB (કુલ 42 GB ડેટા) ડેટા અને સાથે 100 એસએમએસ આપશે. સાથે જ યુઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપશે. આ પેકની અવધિ 56 દિવસોની છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!