GSTV
Home » News » આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

ટેલિકોમ સેક્ટરમાં ગળાકાપ હરિફાઈ વચ્ચે દેશમાં વધુ એક કંપની દેવાળીયુ ફૂંકે તેવા એંધાણ છે. વાત થઈ રહી છે વોડાફોન અને આઈડિયાની. આ બન્ને કંપનીઓના મર્જરથી ઉભી થયેલી કંપની હવે કારોબાર સમેટવાની તૈયારીમાં છે. જે માત્ર ટેલિકોમ કંપનીઓ માટે જ નહી પરંતુ હજ્જારો કર્મચારીઓ માટે પણ લાલ બત્તી સમાન છે.

ટેલિકોમ સેક્ટરમાં ગળાકાપ સ્પર્ધા વચ્ચે અઢી વર્ષ પહેલા દેશની બે અગ્રણી ટેલિકોમ કંપની આઈડિયા અને વોડાફોને હાથ મિલાવીને મર્જર એન્ડ એક્વિઝીશન કર્યુ હતુ. મર્જર બાદ તે દેશમાં ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપની બની હતી. પરંતુ ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોની ફ્રી સર્વિસ સાથે એન્ટ્રીથી આ સેક્ટરમાં ટેરિફવોરની શરૂઆત થઈ હતી. માર્કેટની આવી સ્થિતિમા ટકી રહેવા માટે આઈડિયા અને વોડફોને મર્જર એન્ડ એક્વીઝીશનનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ નવી રચાયેલી કંપનીમાં ગ્રાહક દીઠ આવકમાં ઘટાડો થતા કંપનીની ખોટ સતત વધી રહી છે.

દેવાનો વધુ બોજ સહન ન થતા વોડાફોન આઇડિયા પોતાનો કારભાર સમેટી લેવાનો વિચાર કર્યો છે. જો આમ થાય તો ઓછામાં ઓછા 13,520 કર્મચારીઓ નોકરી ગુમાવશે અને બજારમાં સ્પર્ધા ઓછી થતાં અન્ય ટેલિકોમ કંપનીઓ પણ કોલ રેટ્સ વધારી દેશે. એટલું જ નહીં વિદેશી મૂડી રોકાણ વધારવાના સરકારના પ્રયાસોને પણ મોટો ફટકો પડશે.

મહત્વનું છે કે કે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ અંગે આપેલા ચુકાદા બાદ આ કંપની પર 39,000 કરોડનું દેવું ચડી ગયુ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારની સહાય નહી મળે તો કંપની પોતાનો કારોબાર સમેટી લેશે જેનાથી હજ્જારો કર્મચારીઓને ઘરે બેસવાનો વારો આવશે. સરકારે ટેલિકોમ સેક્ટરને રાહત આપવા માટે કેટલાક નક્કર પગલા ભરવા પડશે, નહી તો ડિજીટલ ઈન્ડિયાના પગલા પર બ્રેક લાગી જશે.

જે 16 કંપનીઓએ એજીઆરની ચૂકવણી કરવાની છે તેમાંથી મોટા ભાગની બંધ થઈ ગઈ છે. જેનાથી બાકી વધેલી કંપનીઓ પર બોજ વધી ગયો છે. જેને ઓછો કરવા માટે સરકાર તરફથી રચાયેલી પેનલે પગલા લેવા પડશે. જો આમ નહી થાય તો કંપનીઓની સાથે સાથે નાણાંકિય સંસ્થાઓને પણ અસર થશે.

READ ALSO

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!