વોડાફોને આ બે પ્લાનમાં કર્યો ફેરફાર, હવે મળશે વધારે ડેટા

ટેલીકૉમ સેક્ટરમાં ચાલી રહેલી પ્રતિસ્પર્ધા વચ્ચે હવે વોડાફોને 199 રૂપિયા અને 399 રૂપિયાવાળા પોતાના બે પ્રીપેડ પ્લાનમાં થોડા ફેરફાર કર્યા છે. આ ફેરફાર મનપસંદ સર્કલમાં કરવામાં આવ્યો છે. ફેરફાર બાદ આ બંને પ્લાનમાં ગ્રાહકોને હવે વધારે ડેટા મળશે. મહત્વનું છે કે આ અગાઉ એરટેલે પણ પોતાના 199 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યો હતો અને વધુ ડેટા શરૂ કર્યો હતો.

વોડાફોન હવે પોતાના 199 રૂપિયા અને 399 રૂપિયાવાળા બંને પ્રીપેડ પ્લાનમાં દરરોજ 100MB ડેટા વધારે આપશે. એટલેકે હવે દરરોજ કુલ 1.5GB 2G/3G/4G ડેટા ગ્રાહકોને મળશે. એવામાં 199 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી સાથે કુલ 42GB 4G ડેટા મળશે. ડેટાની સાથે જ અનલિમિટેડ નેશનલ, લોકલ, રોમિંગ કૉલ અને SMS પણ મળશે. પહેલા આ પ્લાનમાં દરરોજ 1.4GB ડેટા આપવામાં આવતો હતો.

ફેરફાર બાદ 399 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસ (મનપંસદ યૂઝર્સ)ની વેલિડિટીની સાથે દરરોજ હવે ગ્રાહકોને 1.5GB ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં પણ કૉલિંગ અને SMS માટેના ફાયદા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા આ પ્લાનમાં 70 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1.4GB ડેટા અપાતો હતો. એટલેકે હવે વેલિડિટીને પણ વધારવામાં આવી છે. જોકે, 84 દિવસની વેલિડિટીનો ફાયદો ફક્ત યૂઝર્સને જ અપાઇ રહ્યો છે.

આ ઉપરાંત ગ્રાહક ધ્યાનમાં રાખે કે આ બંને પ્લાનમાં ફેરફાર હાલમાં મનપસંદ સર્કલમાં જ કરવામાં આવ્યાં છે. આ સિવાય ગ્રાહક એ બાબતનું પણ ધ્યાન રાખે કે આ પ્લાનમાં કેટલીક લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. ગ્રાહકો માટે આ પ્લાનમાં કૉલિંગને લઇને દરરોજ 250 મિનિટ અને એક અઠવાડિયામાં 1000 મિનિટની જવાબદારી રહેશે. આ રીતે દરરોજ નક્કી કરેલા ડેટા ખત્મ થયા બાદ ગ્રાહકોને ડેટા માટે પ્રતિ MB 50 પૈસા ચૂકવવાના રહેશે.

એરટેલે પણ બદલ્યો પ્લાન

હાલમાં એરટેલે પણ પોતાનો 199 રૂપિયાવાળો પ્લાન બદલ્યો છે. ટેલીકૉમટૉકની રિપોર્ટ મુજબ, એરટેલે અગાઉ પોતાના 199 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.4GB ડેટા આપતી હતી, હવે કંપની દરરોજ 1.5GB ડેટા આપશે. જોકે, વધુ ડેટા આપ્યા હોવા છતાં કંપની હજુ પણ જિયોના 198 રૂપિયાવાળા પ્લાનથી પાછળ છે. કારણકે જિયો તરફથી 198 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter