GSTV
Home » News » આ બે કંપનીએ શરૂ કર્યો નવો પ્લાન, જેમાં મળે છે બીજા પણ નવા લાભ

આ બે કંપનીએ શરૂ કર્યો નવો પ્લાન, જેમાં મળે છે બીજા પણ નવા લાભ

માર્કેટમાં કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે હવે Vodafone 299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લઈને આવ્યું છે. જેથી યુઝર્સને 70 દિવસની વેલિડિટીની સાથે કુલ 3 જીબી ડેટા અને એક હજાર એસએમએસ મળશે, આ પ્લાનમાં વેલિડિટી પીરિયડ દરમિયાન કોઈ પણ નંબર પર યુઝર્સને અનલિમિટેડ એસટીડી અને લોકલ કોલિંગની સુવિધા મળશે.

આ પ્લાન એ લોકો માટે સારો છે, જે લોકો ઓછો ડેટા અને વોઈસ કોલનો વધારે ઉપયોગ કરે છે. આ પહેલા વોડાફોન 299 રૂપિયાનો પ્લાન લાવ્યા હતા જેમાં વેલિડિટી ઓછી છે, પરંતુ ડેટા વધારે મળશે. આ પ્લાનમાં સબ્સક્રાઈબર્સને 28 દિવસની વેલિડિટી સાથે રોજ 2 જીબી ડેટા મળશે.

એ ઉપરાંત આ પ્લાનમાં વોડાફોન પ્લે એપ પરથી તમે ફ્રી લાઈવ ટીવી, મૂવીઝ અને અન્ય કોઈ પણ સુવિધા મળશે. Airtelપણ 299નો નવો પ્લાન લોન્ચ કર્યો છે, પણ વોડાફોનથી અલગ છે. તેમાં યુઝર્સને ખાલી 28 દિવસની વેલિડિટી મળશે.

જોકે અનલિમિટેડ એસટીડી અને લોકલ વોઈસ કોલની સુવિધા સાથે 3જીબી રોજ ડેટાની સુવિધા મળશે. તેના માટે જેને ડેટા વધારે યુઝ વાપરવો હોય તેના માટે એરટેલનો પ્લાન સારો રહેશે, પરંતુ વોઈસ કોલ વધારે કરવા હોય અને ડેટા ઓછો વાપરવો હોય તો વોડાફોનનો પ્લાન બેસ્ટ રહેશે.

Read Also

Related posts

વર્ષનાં અંત સુધીમાં આવશે વ્હોટ્સએપમાં આ નવું ફિચર્સ, જાણો તેનાં વિશે

pratik shah

TVS Ntorq 125 Race Edition થયું લોન્ચ, અધ્યતન નવા ફિચર્સ સાથેની નવી એડિશન

pratik shah

હવે ફ્રિમાં અને ઈન્ટરનેટ વગર વાપરી શકશો ગૂગલની આ સર્વિસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!