GSTV
Auto & Tech Trending

વૉડાફોને આપ્યો અત્યાર સુધીનો સૌથી શાનદાર પ્લાન, રૂ.6માં અનલિમિટેડ ઇન્ટરનેટ

Vodafone Indiaએ અત્યાર સુધીની સૌથી શાનદાર ઓફર રજૂ કરી છે. વૉડાફોને સોમવારે સુપરનાઈટ અવરલી પ્લાન રજૂ કર્યો છે. જેના હેઠળ પ્રી-પેડ ગ્રાહકોને 5 કલાક સુધી અનલિમિટેડ 3G/4G ઇન્ટરનેટની સુવિધા મળશે.

આ નવા પ્લાનની કિંમત માત્ર 29 રૂપિયા છે. આ પ્લાન આજથી એટલે કે 19 જૂનથી એક્ટિવ થઈ ગયો છે. આ પૅક દિવસમાં ક્યારેય પણ લઈ શકાય છે પરંતુ ઇન્ટરનેટનો ફાયદો રાત્રે 1 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી જ ઉઠાવી શકાશે.

સુપરનાઈટ ઉપરાંત કંપનીએ સુપરઅવર પ્લાન પણ લૉન્ચ કર્યો છે. જેમાં 6 રૂપિયામાં 1 કલાક સુધી અનલિમિટેડ 3G/4G ઇન્ટરનેટ મળશે. આ પ્લાનને એક દિવસમાં 5 વખત સુધી લઈ શકાય છે. બંને પ્લાન હેઠળ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ અને ડાઉનલોડિંગ કરી શકાશે.

આ સાથે જ વૉડાફોન પ્લેમાંથી પણ કન્ટેન્ટ ડાઉનલોડ કરી શકાય છે. કંપનીના દરેક ગ્રાહકો માટે વૉડાફોન પ્લેનું સબસ્ક્રિપ્શન ફ્રી છે. પ્લાનને એક્ટિવેટ કરવા માટે *444*4# ડાયલ કરો. વૉડાફાનનો સુપરનાઈટ પ્લાન અલગ અલગ સર્કલમાં અલગ-અલગ હોઈ શકે છે. જેમ કે દિલ્હી-એનસીઆરમાં સુપરઅવર પ્લાન 21 રૂપિયા અને રાત્ર 1 વાગ્યાથી સવારે 6 વાગ્યાનો પ્લાન 33 રૂપિયામાં છે.

Related posts

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાનીમાં પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે રાખો હૃદયની સંભાળ

Akib Chhipa

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 11 ડિસેમ્બરે પૃથ્વી પર ફરશે પાછું

GSTV Web Desk
GSTV