GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

VNSGUની ચૂંટણી બની લોહિયાણ / વિદ્યાના ધામમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી, ABVP અને આપની વિદ્યાર્થી પાંખ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મારામારી

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજરોજ સેનેટ સભ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનુ હતું. મતગણતરી ચાલી રહી હતી અને આ દરમિયાન જ કેમ્પસમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને આપની વિદ્યાર્થી પાંખ વચ્ચે મારામારીની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ કેમ્પસમાં બે વખત મારામારી થઈ હતી. જેમા કેટલાક લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. આપના વિદ્યાર્થી પાંખ દ્વારા એબીવીપી દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરાયો છે. ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બળ પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

મારામારી

સુરતમાં વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસ અને એબીવીબીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. યુનિવર્સિટીમાં ચાલતી મતણગરી દરમિયાન મારામારીની ઘટના બની. થોડા સમયમાં કેમ્પસમાં અફરાતફરીનો મહોલ સર્જાઈ ગયો હતો. બંને પક્ષો તરફથી એકબીજાને ગડદાપાટુનો માર મરાયો હતો. જેમા સીવાયએસએસના એક કાર્યકરને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઘર્ષણમાં સાત લોકોને ઈજા થઈ છે. એબીવીપીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ એબીવીપી અને આપના આપના સમર્થનથી ચાલતા (CYSS) છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો અને વાત મારામારી પર આવી ગઈ હતી. આ ઘટનામાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધર્મેશ સાંકડાસરિયાના માથાના ભાગે ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન NSUI દ્વારા પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

મારામારી

NSUIના નેતાએ જણાવ્યું હતું કે મતગણતરી દરમિયાન છાત્ર યુવા સંઘર્ષ સંમિતિ અને ABVP વચ્ચે બબાલ થઈ હતી. મારામારી દરમિયાન પોલીસે કોઈ પગલો લીધો નહતો. જેના લીધે મામલો બિચક્યો હતો. પોલીસની કામગીરી વિદ્યાર્થીઓ માટે દમનગીરી જેવી લાગી રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ એક પક્ષનું સાંભળીને કામગીરી કરી રહી હોવાનું લાગી રહ્યું હતું. પોલીસની કામગીરી પર શંકા ઉપજે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah
GSTV