GSTV

વડોદરા/ કોર્પોરેટરોને કોરોનાની સારવાર માટે ૫૦ લાખની આર્થિક સહાય, આરટીઆઇ હેઠળ બહાર આવેલી વિગતો

Last Updated on August 1, 2021 by Damini Patel

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં ૨૫ કોર્પોરેટરોને કોરોનાની સારવાર માટે આશરે રૃા.૫૦ લાખની મેડિકલ આર્થિક સહાય કરવામાં આવી હોવાનું આરટીઆઇ હેઠળ માગેલી વિગતોમાં બહાર આવ્યું છે.

કોર્પોરેશનમાં ભૂતપૂર્વ અને હાલના કોર્પોરેટરોને મેડિકલ સારવાર માટે આર્થિક સહાય આપવાનો વર્ષ ૨૦૧૭માં સ્થાયી સમિતિ અને જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આ સહાય એક જ વખત અને વધુમાં વધુ રૃા.૪ લાખની મર્યાદામાં આપવા ઠરાવ્યું હતું. મેડિકલ સારવારના તમામ ઓરિજીનલ રિપોર્ટસ, રિસિપ્ટસ, બિલો વગેરે કોર્પોરેશનમાં રજૂ કર્યા બાદ સહાય અપાય છે.

પ્રતીકાત્મક તસ્વીર

વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૨૫ ભૂતપૂર્વ અને હાલના કોર્પોરેટરોએ આ સહાય મેળવી છે, ત્યારે આરટીઆઇ હેઠળ વિગતો માગનાર સામાજિક કાર્યકરે જણાવ્યું છે કે શું આ કોર્પોરેટરો પાસે કોઇ પોલિસી નહીં હોય ? પોલિસી અંગે તપાસ કરવી જોઇએ અને જો પોલિસી હોય તો નાણા પરત લઇ પ્રજાના વેરાના નાણાનો પ્રજાકીય કામો માટે ખર્ચ કરવો જોઇએ.

Read Also

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!