GSTV
ANDAR NI VAT Trending

ASTROLOGY / જાન્યુઆરી-2023 સુધીમાં વ્લાદિમિર પુતિનની સત્તા સમાપ્ત થઈ જશે

પુતિન

વ્લાદિમિર પુતિનનો જન્મ 7/10/1952ની સવારે 09.30 વાગ્યે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેર ખાતે થયો છે. આ મુજબ તેમની જે કુંડળી બને છે તે બહુ જ સારી છે. લગ્નમાં એટલે કે કુંડળીના પ્રથમ સ્થાનમાં પંચ મહાપુરુષમાંનો એક એવો માલવ્ય યોગ બને છે. માલવ્ય યોગ તમને સુંદરતા આપે, ખૂબ બધું ભૌતિક સુખ આપે, ભોગ આપે. પુતિનના જીવનમાં આ બધું છે. અલબત્ત તેમના જીવનમાં પારિવારિક સુખની કમી છે. ત્રીજે બેઠેલા મંગળને કારણે તેઓ સ્ફૂર્તિલા છે. ચોથા સ્થાનમાં બેઠેલા રાહુએ તેમને સિંહાસન અપાવ્યું છે. જોન કેનેડીની કુંડળી ખોલીને જોઈ લો. તેમની કુંડળીમાં પણ રાહુ ચોથા સ્થાનમાં બેઠેલો છે. એક રાજનેતાની કુંડળીમાં ચોથું સ્થાન ખૂબ મહત્ત્વનું હોય છે. કારણ કે ચોથા સ્થાનનો મતલબ થાય છે, સિંહાસન.

પુતિન

તેમનો ચંદ્ર ઉચ્ચનો છે, બુધ ઉચ્ચનો અને વર્ગોત્તમ છે, શુક્ર સ્વગૃહિ છે. તેમના ગ્રહોની સ્ટ્રેન્થ એક વ્યક્તિ તરીકેની તેમની મજબૂતી દર્શાવે છે. ગુરુ અને મંગળ રાશિ પરિવર્તન યોગ રચે છે, જે મિશ્ર ફળ આપનારો છે. વર્ગોત્તમ બુધનો અર્થ એવો થાય છે કે તે જન્મ કુંડળી અને નવાંશ કુંડળી બંનેમાં એક જ રાશિમાં છે. નવાંશ કુંડળી એ જન્મ કુંડળીનો એક્સરે છે. બહારથી સારા દેખાતા ગ્રહો અંદરથી પાવરફૂલ છે કે પછી બોદા અને પાવરફૂલ છે તો કેટલા તે ચકાસવાની એક મેથડ છે. તેમની નવાંશ કુંડળીમાં બુધ ઉચ્ચનો છે. શુક્ર ઉચ્ચનો છે. મંગળ સ્વગૃહી છે.

2003થી તેના જીવનમાં શનિની મહાદશા શરૂ થઈ છે. શનિ રાજયોગ કારક હોવાથી ત્યારથી તેઓ સત્તામાં છે. તેમનો શનિ નવાંશ કુંડળીમાં મઘા નક્ષત્રમાં બેઠો છે. મઘા નક્ષત્રનું પ્રતીક છે સિંહાસન. એટલે જ તેઓ મોટો હોદ્દો ભોગવી રહ્યા છે. શનિની એ મહાદશા 24મી નેવેમ્બર 2022ના રોજ સમાપ્ત થાય છે. જેવી તેમની શનિની મહાદશા સમાપ્ત થશે કે તેમના વાવટા સંકેલાઈ જશે. શનિ બાદ તેમની બુધની મહાદશા શરૂ થાય છે. તેમનો બુધ વર્ગોત્તમ અને ઉચ્ચનો છે. તોય તેમને પૂરતો સપોર્ટ કરશે નહીં. કારણ કે અસ્ત છે. બીજું, તે વ્યય એટલે કે ખર્ચના સ્થાનનો માલિક બને છે. બુધની દશા શરૂ થથે રશિયામાં નવા પ્રમુખ આવી જશે અને પુતિનને વિદેશ જતા રહેવું પડશે. અથવા અકુદરતી મૃત્યુ પણ થઈ શકે છે.

અત્યારે શનિએ ઓલરેડી તેમની સત્તા સામે વિરોધ પેદા કરી દીધો છે. જાન્યુઆરી 2023 સુધીમાં પુતિનના વાવટા સંકેલાઈ જશે. એનાથી વધારે તેઓ રાજ નહીં કરી શકે. બુધની દશામાં તેમના પગમાં કોઈ સમસ્યા થશે. ઉપરાંત તેમને પરદેશ જતા રહેવું પડશે. અથવા તેમનું અનનેચરલ ડેથ થશે. ટૂંકમાં તેમની રાજકીય કારકિર્દીનો છેલ્લો અધ્યાય લખાવો શરૂ થઈ ચૂક્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV