GSTV

નોકરાણી “રાણી” બની : અનૌરસ પુત્રી લુઇઝા પાછળ પાણીની જેમ રૂપિયા ખર્ચી રહ્યાં છે પુતિન, 100 અબજ રૂપિયાનો તો છે મહેલ

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનના કટ્ટર વિરોધી એવા એલેક્સ નાવલનીએ પોતાના બ્લોગ પર પુતિન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. એલેક્સીએ લખ્યું કે પુતિન પોતાની અનૌરસ (ગેરકાયદે કે લગ્નબાહ્ય સંબંધથી જન્મેલી) પુત્રી પાછળ લખલૂટ ખર્ચ કરી રહ્યા હતા. એલેક્સીએ લખ્યા મુજબ પુતિન પાસે 100 અબજ રૂપિયાની કિંમતનું મહેલનુમા ઘર છે. આ ઘરમાં સ્ટ્રીપ ક્લબ, ડાન્સ મેટ, કેસિનો, સ્પા, સિનેમા થિયેટર જેવી અનેક લક્ઝરી મોજુદ છે.

લેટેસ્ટ વિડિયોમાં પુતિનની લવ ચાઇલ્ડ લુઇઝા વિશે કેટલીક વાતો કરી

એલેક્સીએ  પોતાની લેટેસ્ટ વિડિયોમાં પુતિનની લવ ચાઇલ્ડ લુઇઝા વિશે કેટલીક વાતો કરી હતી. રશિયાની ઇન્વેસ્ટિગેટિવ સાઇટ પ્રોકેટમાં જણાવાયા મુજબ 1990ના દાયકામાં લુઇઝાની માતા સ્વેતલાના હાઉસ કીપર હતી ત્યારે પુતિન સાથે એનો પરિચય થયો હતો. ત્યારબાદ સ્વેતલાનાએ ઇકોનોમિક્સ વિષયમાં ડિગ્રી મેળવી હતી. એ સમયગાળા દરમિયાન સ્વેતલાના ક્લીનર (ઘરનોકર કે ઝાડુપોતાં કરનારી બાઇ) હતી. એ દિવસોમાં પુતિન પરણેલા હતા અને એક કરતાં વધુ બાળકોના પિતા હતા. 2003માં સ્વેતલાનાએ લુઇઝાને જન્મ આપ્યો ત્યારબાદ પુતિને પોતાની પત્નીથી છૂટા થયા હતા.

લુઇઝા પાસે અનેક આંતરરાષ્ટ્રીય કહેવાય એવી બ્રાન્ડેડ ચીજો

લંડનના ટેબ્લોઇડ- ધ સનના એક રિપોર્ટ મુજબ એલેક્સીએ લુઇઝા વિશે ઘણી વાતો કરી હતી. એનો મુખ્ય સાર એટલો જ કે લુઇઝા પાસે અનેક આંતરરાષ્ટ્રીય કહેવાય એવી બ્રાન્ડેડ ચીજો છે. કોરોના સામેનો એનો માસ્ક પણ ગસ્સી જેવી ઇન્ટરનેશનલ કંપનીનો હતો. કોરોના કાળમાં એ પોતાના ભવ્ય એપાર્ટમેન્ટનમાં શેમ્પેઇન અને કૉકટેલની મોજ માણતી રહી હતી.

1990ના દાયકામાં પુતિન સાથે દોસ્તી બંધાયા પછી જ એ અમીર થઇ

એલેક્સીએ એવો આક્ષેપ કર્યો હતો કે એક સમયે ક્લીનર તરીકે માંડ માંડ પેટ ભરતી સ્વેતલાના આજે આટલી બધી શ્રીમંત શી રીતે થઇ ગઇ. એ રશિયન બેંકમાં શૅરહોલ્ડર પણ છે. 1990ના દાયકામાં પુતિન સાથે દોસ્તી બંધાયા પછી જ એ અમીર થઇ ગઇ હતી. પુતિન સાથે સંબંધ બંધાયા પછી જ એને રશિયન બેંકના શૅર મળ્યા. એ પછી જ સમાજની સેલેબ્રિટીઝ એને એના એપાર્ટમેન્ટમાં મળતી થઇ. ત્યારબાદ રાતોરાત સ્વેતલાના વધુ પડતા શ્રીમંતોમાં ગણાતી થઇ ગઇ. અત્યારે એની પુત્રી લુઇઝા પાછળ પુતિન પાણીની જેમ પૈસા ખર્ચે છે એવો આક્ષેપ એલેક્સીએ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

Pritesh Mehta

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!