જો પરમાણુ હુમલો થશે તો મારા સૈનિકો તો સ્વર્ગમાં જશે જ પરંતુ દુશ્મનો પણ મરશે

રશિયાના રાષ્ટપ્રમુખ વ્લાદિમીર પુતિને દુશ્મન દેશોને આકરી ચેતવણી આપી છે. પુતિને રશિયા પર પરમાણુ હુમલાની સ્થિતિનો કેવી રીતે સામનો કરવામાં આવશે. તેના પર મહત્વની ટીપ્પણી કરી છે. પુતિને અમેરિકાનું નામ લીધા વગર કહ્યુ છે કે જો રશિયા પર પરમાણુ હુમલો કરવામાં આવશે, તો તેમના સૈનિકો તો શહીદ થઈને સ્વર્ગમા જશે. પરંતુ દુશ્મનને પસ્તાવાનો પણ મોકો મળવાનો નથી અને દુશ્મનો બસ મરશે જ.

મીડિયા રિપોર્ટ્સ મુજબ. પુતિને મોસ્કો ખાતેની થિન્ક ટેન્ક વલ્દાઈ ડિસ્કસન ક્લબના એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને ચેતવણી આપતા ક્હયુ હતુ કે જો કોઈ દેશ રશિયા પર પરમાણુ હથિયારથી હુમલાનો નિર્ણય કરશે. તો ધરતી પર જીવન સમાપ્ત થઈ જશે.

પરંતુ આક્રમણકારીઓથી ઉલટ રશિયનોનું સ્વર્ગમાં જવાનું સુનિશ્ચિત છે. સોચીમાં આયોજિત કાર્યક્રમમાં પુતિને કહ્યુ છેકે રશિયા નિશ્ચિતપણે આવા હુમલાનો બદલો લેશે અને આક્રમણખોરોના હિસ્સામાં માત્ર તબાહી જ આવશે.

દુશ્મનોના હિસ્સામાં પસ્તાવાનો પણ કોઈ સમય આવવાનો નથી. રશિયયન સેનાના સિદ્ધાંતની વ્યાખ્યા કરતા પુતિને કહ્યુ હતુ કે જો કોઈ દુશ્મન પરમાણુ મિસાઈલ છોડે છે. અને તેમને ખબર પડે છે કે રશિયાના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો છે.તો તેઓ હુમલાનો જવાબ આપશે.

આ પારસ્પરિક કાઉન્ટર સ્ટ્રાઈક હશે. પુતિને કહ્યુ છે કે આનાથી નિશ્ચિતપણે વૈશ્વિક સ્તરે તબાહી આવશે. તબાહીની શરૂઆત રશિયા નહીં કરે. કારણ કે તે હુમલાખોર નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter