સાથે વધતા તણાવ વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ન્યૂકલિયર વોર ઈવેક્યુએશન ડ્રિલનો આદેશ આપ્યો છે. બ્રિટેનની ઘણી મીડિયા રિપોર્ટોમાં ટેલીગ્રામ ચેનલોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે. એક તરફ જ્યાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને પુરુ કરવા માટે વાતચીત ચાલી રહી છે તો બીજી તરફ આ યુદ્ધમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ થવાનું જોખમ વધવાની આશંકા છે.
અહેવાલ પ્રમાણે એવા સંકેત મળી રહ્યા છે કે, પુતિન પરમાણુ યુદ્ધ તરફ વધી રહ્યા છે. ન્યૂકલિયર વોર ઈવેક્યુએશન ડ્રિલની રિપોર્ટે ક્રેમલિનના અધિકારીઓને ચોંકાવી દીધા છે. હકીકતમાં એક દિવસ અગાઉ જ રશિયન સૈનિકોએ પશ્ચિમી યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુક્રેનનું હથિયારોથી ભરેલું અંડરગ્રાઉન્ડ સ્ટેશન નષ્ટ થઈ ગયું હતું. યુક્રેને પણ દાવો કર્યો છે કે, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 112 નિર્દોષ લોકોના જીવ ગયા છે.

દાવા પ્રમાણે ક્રેમલિનની સીનિયર રાજકીય હસ્તીઓને પુતિને પોતે ચેતવણી આપી છે કે, તેઓ ન્યૂકલિયર વોર ઈવેક્યુએશન ડ્રિલમાં ભાગ લેશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ પર હવે રશિયાની સુરક્ષા માટે મોટી જવાબદારીઓ છે. મેદવેદેવ અને સંસદના બે ગૃહોના વક્તાઓ (વ્યાચેસ્લાવ વોલોડિન અને વેલેન્ટિના માટવીએન્કો) ને પરમાણુ યુદ્ધ વિશે માહિતી આપવામાં આવી છે.

પુતિનના પરિવારના લોકો ક્યાં છે?
પુતિનના પરિવારના સભ્યો વિશે વધારે માહિતી નથી મળી. રિપોર્ટોમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતા જ પુતિને તાત્કાલિક પોતાના પરિવારના અજાણ્યા સભ્યોને સાઈબેરિયા મોકલી દીધા હતા. ત્યાં અલ્તાઈ પર્વતોને હાઈ-ટેક ભૂગર્ભ બંકરમાં ફેરવી દેવામાં આવ્યા છે જે સંપૂર્ણપણે ભૂગર્ભ શહેર છે. કહેવામાં આવી રહ્યું છે કે, પુતિનના પરિવારના સભ્યો આ બંકરમાં જ રહી રહ્યા છે.
Read Also
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ