રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સવાસ્થ્ય ને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પેટાગન અને યુક્રેનના એક છુપી અહેવાલ દ્વારા પુતિન આંતરડાના કેન્સર થી લડી રહ્યા છે. તેમનો ચહેરો સૂજેલો છે જે દર્શાવે છે કે, તે કીમિયોથેરાપી ની દવાઓ અથવા સ્ટેરૉયડ લઈ રહ્યા છે.

બીમારીએ આક્રમક બનાવ્યા?
એક ન્યુઝ પોર્ટલના અહેવાલ અનુસાર,અમેરિકન સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે વ્લાદિમીર પુતિનના ચહેરા પર હવે તે સ્મિત નથી, જે દર્શાવે છે કે તેઓ પીડામાં છે. રશિયન રાષ્ટ્રપતિ પાસે કદાચ વધુ સમય નથી અને તેઓ પણ આ વાત જાણે છે. તેઓએ યુક્રેન પર હુમલો કર્યો છે જેથી તેઓ વારસો છોડી શકે. પેન્ટાગોનમાં કામ કરતા ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે 69 વર્ષીય પુતિનનો અભ્યાસ કરતા વિશ્લેષકો માને છે કે તે ગંભીર રીતે બીમાર છે અને પરિણામે તે વધુ આક્રમક જોવા મળી રહ્યા છે.

માત્ર થોડા હસતાં ચિત્રો
એક સૂત્રએ જણાવ્યું કે ભૂતકાળમાં અમે તેને હસતા જોયો છે, પરંતુ 2022માં તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે હસતો જોવા મળી રહ્યો છે. દેખાવ દર્શાવે છે કે રશિયન રાષ્ટ્રપતિ પીડામાં છે અને અમારા લોકો માને છે કે ભારે પીડા તેમના ગુસ્સાનું કારણ છે. સૂત્રે કહ્યું, ‘પુતિન ગંભીર રીતે બીમાર છે. તે કદાચ કોરોના વિશે પણ ચિંતિત છે.
ઓવલ બની ગયો છે પુતિનનો ચહેરો
ભૂતપૂર્વ બ્રિટિશ વિદેશ સચિવ અને તબીબી ડૉક્ટર લોર્ડ ઓવેનનું કહેવું છે કે વ્લાદિમીર પુતિન કદાચ મસલ બુસ્ટિંગ ડ્રગ્સ લઈ રહ્યા છે અને તેમનો ચહેરો પહેલા કરતા બદલાઈ ગયો છે. તેણે કહ્યું, ‘તમે તેનો ચહેરો જુઓ, તે સંપૂર્ણપણે અંડાકાર થઈ ગયો છે. અગાઉ જ્યારે તે ઘોડેસવારી કે માછીમારી કરતા જોવા મળતા ત્યારે તેનો ચહેરો પાતળો હતો. સ્ટેરોઇડ્સના કારણે આ ફેરફાર આવ્યો હશે. ઓવેને એમ પણ કહ્યું કે પુતિન કદાચ બોડી બિલ્ડર બનવા માટે એનાબોલિક સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરે છે, આ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને વ્યક્તિના કોવિડ સંક્રમણનું જોખમ વધારે છે.

આઇસોલેશનના કારણે માનસિક સ્વાસ્થ્ય બગડ્યું!
નિષ્ણાતો અનુસાર, વ્લાદિમીર પુતિન કોરોનાવાયરસ રોગચાળાના સમયે આઇસોલેશનમાં ગયા હતા. જેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે. યુક્રેન પરનો હુમલો પણ આના સંકેત આપે છે. આ પહેલા પણ પુતિનના સ્વાસ્થ્યને લઈને આવા સમાચાર આવ્યા હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેને પાર્કિન્સન અથવા સાયકો-ન્યુરોલોજિકલ સમસ્યા હતી. એટલું જ નહીં તેની સર્જરી અંગે પણ દાવો કરવામાં આવ્યો હતો.
READ ALSO:
- Russia-Ukraine War: યુક્રેન અને રશિયા બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાડ્યા,અમેરિકાના મૌનથી યુક્રેન નારાજ
- કોરોના/ આ દેશમાં ભારતીયોને મોટી રાહત, પ્રવેશ બાદ ક્વોરન્ટાઇન નહીં થવું પડે
- GSTમાં પાંચ ટકાનો સ્લેબ રદ થવાની શક્યતા, કાઉન્સિલની આગામી બેઠકમાં નિર્ણય લેવાશે
- આગઝરતી તેજી ખિસ્સા દઝાડશે? મોંઘવારીનો વધુ એક કડવો ડોઝ પીવા થઈ જાઓ તૈયાર, પેટ્રોલ -ડીઝલમાં થઈ શકે છે સર્જીકલ સ્ટ્રાઈક
- ઓપરેશન ગંગા/ પૂર્વીય યુક્રેનમાં સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા, ૧૩ ફ્લાઈટમાં ૨,૫૦૦ને ભારત લવાયા