GSTV
Home » News » વ્લાદિમીર પુતિન : એક જાસૂસ જ્યારે રાષ્ટ્રપતિ બન્યો

વ્લાદિમીર પુતિન : એક જાસૂસ જ્યારે રાષ્ટ્રપતિ બન્યો

 ભૂલ ક્યાંથી નીકળે મારી જરાપણ

 યાદ કરતા વેત હું હાજર થયો છું

ઉપરની પંક્તિ પુતિનને બરાબર લાગુ પડે છે, પણ પુતિન શું કરે છે ? એક સમયે તેમણે 46 પાઉન્ડની માછલી પકડી હતી. રિયલ ઇન્ડિયાના જોન્સની માફક તેઓ વર્તન કરે છે. મહાકાય પોલબેરના ગળામાં સેટેલાઇટ ડિવાઇસ ફીટ કરી ચૂક્યા છે. જુડોમાં તેમને હરાવવા મુશ્કેલ છે. માર્શલ આર્ટસ થકી ગમે તેવા વિરોધીને તેઓ ધોબી પછાડ આપી શકે છે. ફોર્મ્યુલા કારની રેસ કરી ચૂક્યા છે, પણ રિયલ પુતિનનો ઇતિહાસ તો કંઇક અલગ જ છે.

જાસૂસીનું ભૂત સવાર થયું

પુતિનના પિતા ફેક્ટરીમાં મજદૂરીનું કામ કરતા હતા. પુતિનને બાળપણથી જુડોનો શોખ. પિતા અને તેના વિચારો ક્યાંય મળતા નહોતા. બાળપણથી પુતિનને જુડો સાથે રહસ્યમય વાર્તાઓ સાંભળવાનો ચસ્કો લાગેલો. આ વાર્તાઓએ તેના જીવનમાં એવો વળાંક લીધો કે એક વખત તે રશિયાની જાસૂસી સંસ્થા KGBમાં પહોંચી ગયો. ન’તો કોઇ લાયકાત હતી, ન’તો કોઇ અભ્યાસ હતો. ત્યાં જઇ તેણે જાસૂસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે KGB સંસ્થાએ તેને કહ્યું કે,‘જો તમારે અહીં આવવું હોય તો પહેલા આર્મીમાં ભરતી થાવ અથવા તો અભ્યાસ કરો.’ પુતિનનો મગજ ત્યારથી જાસૂસ બનવામાં લાગી ગયો. ભણવાનું પણ તેને એટલું જ પ્રિય હતું. તેણે લોમાં ડિગ્રી મેળવી અને બાળપણની વાર્તાઓ સાંભળવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. 1985માં KGB તરફથી જર્મનીમાં એક ખૂફિયા જાસૂસ તરીકે ગયા. એ સમયે જર્મની ખૂબ તણાવમાં હતું. ત્યારે બર્લિનની વોલ તુટી રહી હતી. ઇતિહાસ બદલી રહ્યો હતો. કમ્યુનિસ્ટ અસરો વાળુ ઇસ્ટ જર્મની અને કેપેટેલિસ્ટથી પ્રેરાયેલું જર્મની એક થઇ રહ્યા હતા. એ સમયે લેફ્ટિનેટ કર્નલ પુતિન ફરી રશિયાની રાજધાની મોસ્કોમાં પરત ફરી ગયા. તેમને હવે આ કોઇ વાતમાં રસ નહોતો રહ્યો. જાસૂસીથી તેમને દૂર થવું હતું.

પોલિટિક્સમાં વિરાટ પગલું

ડિસેમ્બર 1991માં સોવિયત સંઘ તુટી ગયું. રશિયાના સૌથી ખરાબ દિવસો હવે શરૂ થવાના હતા. કરપ્શને જ્યારે રશિયાને અજગર ભરડો લીધો ત્યારે તેણે જાસૂસી સંસ્થાને અલવિદા કહી દીધું અને પોલિટિકલ બ્યૂરોક્રસીમાં આવી ગયા. પુતિનની પોલિટિકલ એન્ટ્રી સમયે બોરિસ યેલ્સતિન રાષ્ટ્રપતિ હતા. પુતિન તેમના દફતરમાં ડેપ્યુટી ચીફ બન્યા. અહીં પોતાના કોન્ટેક્ટ વધાર્યા. રશિયાના માલેતુજારો સાથે તેમણે ઘનિષ્ઠ સંબંધો બનાવ્યા. રશિયામાં આવા ખૂબ ઓછા લોકો હતા જેમની પાસે પૈસા હતા. આવા લોકોના દરેક પોલિટિકલ પાર્ટી સાથે કોન્ટેક્ટ હતા. તેમના સપોર્ટથી કોઇ પણ રાજા બનવા માટે સક્ષમ હતું અને પુતિનને રાજા બનવું હતું. તેમણે કરોડપતિ લોકો સાથે ઉઠવા બેસવાનું શરૂ કરી દીધું. 1999માં પોતાના આ સંબંધોના કારણે જ પુતિન પ્રધાનમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા. સમય જતા તેમને રાષ્ટ્રપતિ બનવાનો પણ મોકો મળ્યો.

સ્પોર્ટસમાં અમેરિકા સામે બાંયો ચઢાવી

રશિયા ત્યારે સ્પોર્ટસમાં લડખડાતુ હતું. આ સમયે પરંપરાગત હરિફ અમેરિકાને ટક્કર આપવા તેમણે રશિયન્સની ગેમ્સમાં વાપસી કરી. અમેરિકાને ચેલેન્જ કર્યું. પોતાની ઇન્ડસ્ટ્રી વધારી. કોમ્યુનિસ્ટના કપડાં ઉતારી દીધા. પોતાની વિશાળકાય છબીથી તેઓ રશિયા જ નહીં દુનિયાભરમાં ખ્યાતનામ બની ગયા. સાથએ રશિયા કેટલાક સ્પોર્ટસમાં પુતિનના કારણે અમેરિકાને પરાજીત કરતું થયું.

કડક પગલું

રશિયના રાષ્ટ્રપતિ પુતિનનો તાકાતવર ચહેરો 23 ઓક્ટોબર 2002માં સામે આવ્યો. જ્યારે મોસ્કોના થીએટરમાં કેટલાક હુમલાખોરો ઘુસી ગયા. ત્યાંના લોકોને બંધક બનાવ્યા. તેમની માગ હતી કે રશિયા ચેચન્યામાંથી પોતાની ફોજ હટાવી લે. અન્યથા તમામ બંધકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. 26 ઓક્ટોબરે રશિયાની ફોજે થીએટરમાં ઝેરીલી ગેસ છોડી દીધી અને અંદર જઇ પાંચે હુમલાખોરેને મારી નાખવામાં આવ્યા.

ક્રિમિયા પર કબ્જો જમાવ્યો

એ સમયે યુક્રેન સોવિયેત સંઘનો હિસ્સો હતું. 1991માં સંઘ તૂટ્યું તો યુક્રેને નવો દેશ બન્યો. એટલે કે યુક્રેન હવે રશિયાનું પાડોશી દેશ હતું. બાદમાં યૂરોપિય સંઘ સુધી જોડાવાની વાતો સાથે દેશભરમાં બબાલ મચી ગઇ. રશિયા ખીજાળ પ્રવૃતિનું એટલે તેણે યુક્રેનના એક ભાગ ક્રિમિયા પર કબ્જો જમાવી લીધો. જેના કારણે અમેરિકા સહિતના રાષ્ટ્રોને રશિયા સામે બોલવા માટે એક મુદ્દો મળી ગયો. તેમણે રશિયા પર ઘણા બેન લગાવ્યા. પરંતુ રશિયા આગળ વધવા માટે બન્યું હતું. 1991 બાદ તેણે પોતાની સરહદો વધારી હતી અને દુશ્મન દેશોનો સામનો કર્યો.

પુતિનનો સિરીયા માટે માસ્ટરપ્લાન

હાલમાં જ ભારતે સર્જિકલ સ્ટ્રાઇકની વર્ષગાઠ ઉજવી, જેને વિશ્વમાં પાવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ વર્લ્ડ પાવર એ છે જે કોઇ પણ સરહદમાં ઘુસી જાય. અમેરિકા શાંતિના નામે કોલ્ડવોર ચાલુ રાખી રહ્યું હતું. જ્યારે અમેરિકા અને સાથી મિત્ર NATOની સેના સીરિયામાં જંગ લડી રહી હતી. આ સમયે મહાસત્તાઓના કારણે સિરીયા દબાઇ ગયું હતું. ત્યારે બસર અલ અશદને રશિયાએ સાથ આપ્યો. જેના કારણે પુતિન ઇસ્ટમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં કાયમ બન્યા. છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકા ત્યાં રાજ ભોગવી રહ્યું હતું. તે હવે રશિયાના પક્ષમાં હતું. તે પણ અમેરિકાની એક ભૂલના કારણે કે તેણે સિરીયામાં પોતાની તુમાખી બતાવી હતી.

તો શું પુતિને ટ્રમ્પને જીતાવ્યા?

2016માં મિત્રતાનો હાથ લાંબો કરતા રશિયાએ ટ્રમ્પને સપોર્ટ કર્યો. હિલેરી ક્લિન્ટનની સામે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા કિસ્સાઓ સામે આવ્યા. જેના કારણે હિલેરી કમજોર બની અને હારી ગઇ. જે પછી આરોપ-પ્રતિઆરોપ લાગ્યા કે ટ્રમ્પને જીતવા માટે રશિયાની ખૂફિયા એજન્સીઓની મદદ મળી છે. જેણે પુતિનની તાકાતમાં વધારો કર્યો.

2024 સુધી અણનમ

પુતિન છેલ્લા 20 વર્ષથી રશિયાની સત્તા પર ચોંટ્યા છે. પહેલા પીએમ બન્યા. પછી બે ટર્મ પ્રેસિડન્ટ રહ્યા. સંવિધાનના કારણે ફરી પીએમ બન્યા. જે પછી સંવિધાન સંશોધનને કારણે રાષ્ટ્રપતિની ટર્મ 4 વર્ષથી આગળ વધારી 6 વર્ષ કરી નાખવામાં આવી. 2018માં આ ટર્મ પૂર્ણ થઇ અને ફરી રાષ્ટ્રપતિ બન્યા. પરંતુ સૌથી મોટી મુસીબત બનેલા એલેક્સી નવાલ. 2016માં એલેક્સી નવાલે પુતિનની વિરૂદ્ધ ચૂંટણીમાં ઉભું રહેવાનું નક્કી કર્યું. તેના સમર્થકો પણ વધવા લાગ્યા હતા. પરંતુ બાદમાં એલેક્સીને જેલ મોકલી દેવામાં આવ્યો. 2016માં જ પુતિનના સમર્થકોએ એલેક્સીના ચહેરા પર કેમિકલ ફેંક્યું. જેના કારણે કોઇ પ્રતિદ્રંદ્રી ન રહ્યો, પરિણામે હવે પુતિન 2024 સુધી રાષ્ટ્રપતિની ખુરશી પરથી નહીં હટે.

Related posts

પ્રિયંકા-નિકની સંગીત સેરેમની પર બેસ્ડ વેબ સીરીઝ બનશે, 2020માં અમેઝોન પર થશે સ્ટ્રીમિંગ

Mansi Patel

અરવિંદ સુબ્રમણ્યમ માને છેકે ભારતીય અર્થવ્યવસ્થા ICU તરફ જઈ રહી છે, પરંતુ કેમ?

Mansi Patel

ArcelorMittal સોમવાર સુધી Essar Steel માટે ચુકવશે 42,000 કરોડ, SBIને મળશે 12,161 કરોડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!