GSTV

વી.કે સિંહનો દિગ્વિજયને સવાલ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા દુર્ઘટના હતી કે આતંકવાદી ઘટના?

Union Minister General VK Singh

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પુલવામા આતંકવાદી હુમલાની સરખામણી દુર્ઘટના સાથે કરતા ભાજપે દિગ્વિજસિંહ પર વળતો પ્રહાર કર્યો. કેન્દ્રીય પ્રધાન જનરલ વી.કે.સિંહે જણાવ્યુ કે, પુલવામા આતંકવાદી હુમલાને દુર્ઘટના ગણાવનારા એ વાતનો પણ જવાબ આપે કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા દુર્ઘટના હતી કે આતંકવાદી ઘટના?

વીકે સિંહે વધુમાં જણાવ્યુ કે, ભારતી વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી 250થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા. વાયુસેનાએ બાલાકોટનો ટાર્ગેટ પસંદ કર્યો અને તેને પુર્ણ પણ કર્યો. વાયુસેનાએ કરેલી કાર્યવાહીમાં કોઈપણ નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી. મહત્વપૂર્ણ છે કે, દિગ્વિજયસિંહે વિવાદિત ટ્વિટ કરતા વિરોધીઓના નિશાને દિગ્વિજયસિંહ આવ્યા છે.

READ ALSO

Related posts

કોરોના : કેન્દ્ર સરકારે ગુજરાતની આ કંપનીને આપ્યો કરોડો ટેબલેટ બનાવવાનો ઓર્ડર

Nilesh Jethva

મંદીનાં માહોલ વચ્ચે શેર માર્કેટમાં તેજીનો કરન્ટ, આ કારણે ભારતને થયો ફાયદો

Nilesh Jethva

વિશ્વમાં 13.63 લાખ લોકોને સ્પર્શી ગયો કોરોના, 76 હજારથી વધુના હરી લીધા પ્રાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!