24 મેગાપિક્સલ કેમેરા અને વૉટર ડ્રૉપ નૉચ ડિસ્પ્લે સાથે Vivo Z3i લૉન્ચ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાના ઘરેલૂ માર્કેટમાં Vivo Z3i સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત વૉટર ડ્રૉપ નૉચ ડિસ્પ્લે અને ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. Vivo Z3iને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત PMB 2,398 એટલે કે આશરે 25,600 રૂપિયા છે. સાથે જ આ નવો સ્માર્ટફોન મિલેનિયમ પિન્ક અને ઓરોરા બ્લૂ કલર વેરિએશનમાં વેચાણ માટ ઉપલબ્ધ થશે.

Vivo Z3iના ફિચર્સ

Vivo Z3iના સ્પેસીફીકેશન્સની વાત કરે તો તેની ડિસ્પ્લે 6.3 ઇચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. તેમાં મીડિયાટેક હીલીયો પી60 પ્રોસેસર અને 6જીબી રેમ છે. ડિવાઇસમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

ફોનમાં આગળની તરફ સેલ્ફી માટે 24 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનને અનલૉક કરવા માટે ફ્રન્ટ કેમેરામાં ફેસઅનલૉક ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે અને 2 મેગપિક્સલ ડેપ્ત સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 3315 mAhની બેટરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મધ્યમવર્ગીય પરિવારોને ફાયદો થાય આ માટે VIVO-V9એ પોતાની કિંમતો ઘટાડી હતી. જેના કારણે કંપની અને લોકોને પણ ફાયદો થયો હતો. ત્યારે આજે ફરી એકવાર VIVO V9ની કિંમત ઘટાડી દેવામાં આવી છે. ઓનલાઇન શોપિંગ સાઇટ એમેઝોન પર 18,990 રૂપિયા આ ફોન અવેલેબલ હતો. પણ એમેઝોન પર હવે બહેતરીન એક્સચેન્જ ઓફર આપવામાં આવી છે. જેના થકી આ ફોન પર 10,150 રૂપિયાની છૂટ મળશે એટલે કે આ ફોન તમને માત્ર 8,840 રૂપિયામાં મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter