GSTV
Home » News » ત્રણ કેમેરા વાળો સ્માર્ટફોન થયો લોન્ચ, Jio પણ આપે છે આટલા હજારનો ફાયદો

ત્રણ કેમેરા વાળો સ્માર્ટફોન થયો લોન્ચ, Jio પણ આપે છે આટલા હજારનો ફાયદો

Vivoનો Z1 Pro પહેલો સેલ 11 જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યો છે. સેલ 12 વાગ્યાથી ફિલ્પકાર્ટ પર શરૂ થશે. કંપનીએ ફોનમાં ત્રણ વેરિએન્ટસ સાથે લોન્ચ કર્યો છે. 4GBરેમ અને 64GB સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 14,990 રૂપિયા, 6GB રેમ અને 64GB સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 16,990 રૂપિયા અને 6GB રેમ અને 128GB સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 17,990 રૂપિયા છે.

આ ફોનની ખરીદી પર ગ્રાહકને ઘણી ઓફર્સનો ફાયદો મળી રહ્યો છે. આ સ્માર્ટફોનની ખરીદી પર ICICI ક્રેડિટ કાર્ડ પર 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એ ઉપરાંત પણ જિયો યુઝર્સને 6,000 રૂપિયા સુધીની તકનો ફાયદો પણ આપવામાં આવશે.

જે વાઉચરની રીતે આપવામાં આવશે. એટલું જ નહીં તમને ફોન પર EMIનું ઓપ્શન આપવામાં આવશે. ગ્રાહકને દર મહિને 498 રૂપિયાના હપ્તા પર લાવી શકો છો. આ ફોનમાં 6.52 ઈંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવશે. જેનું રેઝોલ્યુશન 2280×1080 પિક્સલ્સ છે. આ ભારતમાં લોન્ચ થનારો પહેલો ફોન છે. તેમાં સ્નેપડ્રેગન 712 પ્રોસેસર પાવર્ડ છે. આ સ્માર્ટફોન સોનિક બ્લૂ, સોનિક બ્લેક અને મિરર બ્લેક કલરમાં મળશે.

કેમેરાની વાત કરીએ તો ફોનના રિયરમાં ત્રણ કેમેરા આપવામાં આવ્યો છે. મેન કેમેરો 16 મેગાપિક્સેલનો છે. બીજો કેમેરો 8 મેગાપિક્સલ અને ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે અંડર-ડિસ્પ્લે 32 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. સ્માર્ટફોનનો ફ્રંટ કેમેરો આર્ટિફિશલ ઈનેબલ્ડ પોટ્રેટ સોટ્સ લઈ શકે છે.

આ ફોનની બેટરી પણ ઘણી સારી છે. તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 mAhની બેટરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે રિવર્સ ચાર્જિંગનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે જેથી તમે બીજા ડિવાઈસિસને ચાર્જ કરી શકો છો.

Read Also

Related posts

સરકારે wifi માટે કર્યો નવો નિયમ લાગુ, ક્લીક કરો અને જાણો

Dharika Jansari

Whatsapp મીડિયા ડાઉનલોડ કરવામાં કે મોકલવામાં આવી રહી છે એરર, તો કરો આ ઉપાય

Mansi Patel

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!